Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર:ગુજરાત ગાર્ડિયન કંપની દ્વારા જયાબેન મોદી હોસ્પિટલમાં મેડિકલના અત્યાધુનિક સંસાધનોનું અનુદાન

ગુજરાત ગાર્ડિયન લિમિટેડ દ્વારા જયાબેન મોદી હોસ્પિટલમાં મેડિકલના અત્યાધુનિક સંસાધનોનું અનુદાન આપવામાં આવ્યું

X

અંકલેશ્વરમાં આવેલી છે જયાબહેન મોદી હોસ્પિટલ

ગુજરાત ગાર્ડિયન કંપની દ્વારા કરવામાં આવ્યુ અનુદાન

અત્યાધુનિક સંસાધનોનું અનુદાન કરાયુ

ગુજરાત ગાર્ડિયન લિમિટેડ દ્વારા જયાબેન મોદી હોસ્પિટલમાં મેડિકલના અત્યાધુનિક સંસાધનોનું અનુદાન આપવામાં આવ્યું હતુ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ 1980 ના દાયકાથી મેડિકલ ક્ષેત્રે સેવા પૂરી પાડી રહી છે. મેડિકલ ક્ષેત્રે અત્યાધુનિક સુવિધાથી સુસજ્જ થાય તે અત્યંત આવશ્યક બની ગયુ છે. આજે દિવસેને દિવસે ડાયાલીસીસના દર્દીઓની સંખ્યા વધી રહી છે તેમ જ અકસ્માતના કિસ્સાઓ પણ દિવસે અને દિવસે વધતા રહ્યા છે. આ તમામ દર્દીઓનું ચોક્કસ નિદાન થાય તે માટે અત્યાધુનિક મશીનોની મેડિકલ ક્ષેત્રે આવશ્યકતા છે.

તેથી ગુજરાત ગાર્ડિયન લિમિટેડ દ્વારા સીએસઆર અંતર્ગત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં એક "ડાયાલિસિસ મશીન" જેના થકી દર્દીનું ડાયાલિસિસ કરી કિડની સારવારનું કામ કરી શકાય છે, બે "ડી.આર. સીસ્ટમ અને કોન્સોલ" જેના દ્વારા શરીરના ચોક્કસ ભાગનો એક્સરે પાડી જરૂરી જાણકારી મેળવી શકાય છે તેમજ "ઓર્થોપેડિક ડ્રીલ મશીન" જેના દ્વારા હાડકાના ફેક્ચરની સારવાર માટે જરૂરી બની રહે છે.મેડિકલ ક્ષેત્રે આપેલા અનુદાન બદલ શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના ડેપ્યુટી મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. આત્મી દેલીવાલા તેમજ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને જનરલ મેનેજર ડૉ. નિનાદ ઝાલા દ્વારા દ્વારા ગુજરાત ગાર્ડિયન લિમિટેડ ના ફેક્ટરી હેડ ગૌરવ ચંદ્રા, એચ આર હેડ યતીન છાયા અને સહયોગી નિકિતા વ્યાસનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો

Next Story