Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : ગેરકાયદેસર ગેસ રિફિલિંગના કૌભાંડનો પર્દાફાશ, રૂ. 4.33 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સો ઝડપાયા

અંકલેશ્વરના બી’ ડિવિઝન પોલીસે નેશનલ હાઇવે નં. 48 પરથી ગેરકાયદેસર રીતે મોટી ગેસની બોટલમાંથી નાની-મોટી ગેસની બોટલ રિફિલિંગનો પર્દાફાશ કર્યો છે.

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના બી’ ડિવિઝન પોલીસે નેશનલ હાઇવે નં. 48 પરથી ગેરકાયદેસર રીતે મોટી ગેસની બોટલમાંથી નાની-મોટી ગેસની બોટલ રિફિલિંગનો પર્દાફાશ કર્યો છે.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વી.કે.ભુતીયાએ તેમના વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા પોલીસ સ્ટાફને સૂચનાઓ આપી હતી. જે અનુસંધાને ASI અને હેડ કોન્સ્ટેબલ સહિતના સ્ટાફ દ્વારા નેશનલ હાઇવે 48 ઉપર આવેલ આઝાદ શટરમાં આવેલી દુકાનમાંથી 2 આરોપીઓને મોટી ગેસની બોટલમાંથી નાની-મોટી ગેસની બોટલોમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરી વેચાણ ક૨તા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી HP કંપનીના 45 નંગ બોટલ તથા કોમર્શીયલ ગેસ ભરેલી 1 બોટલ, 3 ખાલી બોટલ, ડિજિટલ વજન કાંટા, એક પીકઅપ બોલેરો અને 2 મોબાઈલ મળી કુલ રૂ. 4.33 લાખથી વધુના મુદ્દામાલ સાથે જાકુબ ઇશાક ગાજી ખાન અને બરકત ઈલીયાસ મોહમદ ખાનને ઝડપી પાડી તેમના વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુ અધિનીયમની કલમ મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story