Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : કન્ટેનરમાં બનાવેલ ચોરખાનાની આડમાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ, રૂ. 31.30 લાખનો મુદ્દામાલ જપ્ત

નેશનલ હાઇવે પર કન્ટેનરમાં બનાવેલ ચોરખાનાની આડમાં લઈ જવાતો દારૂનો જથ્થો મળી રૂ. 31.30 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર કન્ટેનરમાં બનાવેલ ચોરખાનાની આડમાં લઈ જવાતો દારૂનો જથ્થો મળી રૂ. 31.30 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.

ભરૂચ જિલ્લામાં દારૂ-જુગાર જેવી પ્રવૃતિઓ પર લગામ લગાવવા માટે નવનિયુક્ત જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા સતત માર્ગદર્શન આપી વિવિધ પોલીસ મથકની હદ વિસ્તારમાંથી નશાનો વેપલો કરતા તત્વોને કાયદાનો પાઠ ભણાવી જેલના સળીયા પાછળ ધકેલી રહ્યા છે. તેવામાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર બી’ ડિવિઝન પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. અંકલેશ્વર શહેર બી’ ડિવિઝન પોલીસ મથકના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા. આ દરમ્યાન મળેલ બાતમીના આધારે નેશનલ હાઇવે ઉપર આવેલ હોટલ સિલ્વર સેવન ખાતેના કમ્પાઉન્ડમાં દરોડા પાડ્યા હતા, જ્યાં બાતમીવાળું કન્ટેનર નંબર GJ-01-D2-2098 મળી આવ્યું હતું. પોલીસે કન્ટેનરની તલાસી લેતા અને ડ્રાઇવર અંગે પૂછપરછ કરતા કોઈ મળી આવ્યું ન હતું. આ દરમ્યાન કન્ટેનરમાં બનાવેલ ચોરખાનામાં તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂના વિવિધ બ્રાન્ડની 4260 નંગ બોટલો મળી આવી હતી, જે બાદ પોલીસે શરાબનો જથ્થો સહિત કન્ટેનર મળી કુલ રૂ. 31 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી અજાણ્યા ટ્રક ડ્રાઇવર સહિત દારૂ મંગાવનારા સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story