/connect-gujarat/media/post_banners/9e8f41e3d2af53af7e93edb05b7c964a29da2c69d699fe933484d99b463c98ec.jpg)
અંકલેશ્વરના માંડવા ગામના રોડ ફળિયામાં રહેતો કુખ્યાત બુટલેગરે જમીનમાં પાઇપલાઇન લગાવી નવો કીમિયો અજમાવી સંતાડેલ ૪૫ હજારથી વધુનો દારૂ ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન માંડવા ગામના સ્થાનિકોએ ગામના રોડ ફળિયામાં રહેતો કુખ્યાત બુટલેગર પ્રકાશ મગન વસાવાએ તેના ઘર પાસે જમીનમાં પાઇપલાઇન બિછાવી અને માટલા વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા..
પોલીસે બાતમી વાળી જગ્યાએ આવી તપાસ કરતા પોલીસ કાફલો પણ ચોકી ઉઠ્યો હતો બુટલેગરે એવો કીમિયો અજમાવ્યો હતો કે તેણે જમીનમાં બીછાવેલ પાઈપલાઈન અને ખાડો માટલામાં સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે પાવડા વડે ખોદકામ કરતા પાઈપલાઈન અને ખાડોમાં રહેલ માટલામાંથી વિદેશી દારૂની ૪૫૯ નંગ બોટલ મળી આવી હતી પોલીસે ૪૫ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કુખ્યાત બુટલેગર પ્રકાશ મગન વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.