Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: ઓસ્ટ્રેલિયન કોલસો સગેવગે કરવાના કૌભાંડમાં વધુ બે આરોપીઓની પોલીસે કરી ધરપકડ

અંકલેશ્વર હાઇવે ઉપર આવેલ લક્ષ્મી સ્ટીલ ગોડાઉનની બાજુમાં દહેજ અદાણીથી નીકળતો અને ટ્રાન્સપોર્ટમાં જતો ઓસ્ટ્રેલિયન કોલસો સગેવગે કરવાના કૌભાંડના મામલે વધુ બે ઈસમોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વર: ઓસ્ટ્રેલિયન કોલસો સગેવગે કરવાના કૌભાંડમાં વધુ બે આરોપીઓની પોલીસે કરી ધરપકડ
X

અંકલેશ્વર હાઇવે ઉપર આવેલ લક્ષ્મી સ્ટીલ ગોડાઉનની બાજુમાં દહેજ અદાણીથી નીકળતો અને ટ્રાન્સપોર્ટમાં જતો ઓસ્ટ્રેલિયન કોલસો સગેવગે કરવાના કૌભાંડના મામલે વધુ બે ઈસમોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ગત તારીખ-23મી મેના રોજ ભરૂચ એલસીબી પોલીસ મથકના સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિગમાં હતો તે દરમિયાન બાતમીના આધારે અંકલેશ્વર હાઇવે ઉપર આવેલ કાપોદ્રા પાસેના લક્ષ્મી સ્ટીલ ગોડાઉનની બાજુમાં દરોડા પાડ્યા હતા પોલીસે દહેજ અદાણીથી નીકળતો અને ટ્રાન્સપોર્ટમાં જતો ઓસ્ટ્રેલિયન કોલસો સગેવગે કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું ટ્રકમાંથી ઓસ્ટ્રેલિયન કોલસો કાઢી ફ્લાયએશ અને થાનની માટી ભેળવી દેવાનું રેકેટ પકડી પાડ્યું હતું અને પોલીસે સ્થળ પરથી 55 ટન કોલસો, 50 ટન માટી, 20 ટન ફ્લાયએશ, ટ્રક, લોડર, 5 મોબાઈલ મળી કુલ 18.65 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અગાઉ પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા જયારે આ કોલસા કૌભાંડમાં સંડોવાયેલ વધુ બે આરોપી મોરબીના હરેશ છગન ઝલડીયા અને તિલક રાજેશ સેરઠીયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Next Story