Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: પોલીસ દ્વારા પરપ્રાંતિય વિસ્તારમાં મેગા કોમ્બિંગ હાથ ધરાયુ, 300 મામલામાં કાયદેસરની કાર્યવાહી

જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ગતરાત્રીના અંકલેશ્વરની પર પ્રાંતિય વસાહતમાં પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

X

ભરૂચ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ગતરાત્રીના અંકલેશ્વરની પર પ્રાંતિય વસાહતમાં પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કોમ્બિંગમાં 50 થી વધુ અધિકારી અને 225 પોલીસકર્મીઓ જોડાયા હતા

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ફેસ્ટિવલ સીઝનની શરૂઆત સાથે ભરૂચ પોલીસને અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તરફ એલર્ટ રહેવા સૂચના આપી હતી. આ શ્રેણીમાં પોલીસ વડાએ 28 ઓગસ્ટ 2023 સોમવારની રાતથી આજે 29 ઓગસ્ટ 2023 ની વહેલી સવાર સુધી મેગા કોમ્બિંગ માટે સૂચના આપી હતી.ભરૂચની લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર ઉત્સવ બારોટ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ભરૂચના પોલીસ ઇન્સ્પેકટર એ એ ચૌધરી સહીત જિલ્લાના મોટાભાગના પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓ આ કોમ્બીન્ગમાં જોડાયા હતા.આ કોમ્બિંગ દરમિયાન અલગ અલગ 300 જેટલા મામલાઓમાં કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. કોમ્બિંગ દરમિયાન 1 બોગસ તબીબ પણ ઝડપાયો હતો જયારે દારૂ અને જાહેરનામા ભંગના ગુના દાખલ કરાયા છે.

Next Story