Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનું અનાજ બારોબાર સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું

અંદાડા ગામે આવેલ સસ્તા અનાજની દુકાનના સંચાલકે પ્રધાન મંત્રી અન્ન યોજનાનુ અનાજ બારોબાર વેચી દિહુ હોવાનું ધ્યાને આપતા પ્રાંત અધિકારી નૈતિકા પટેલ અને તેમની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા

X

અંકલેશ્વરમાંથી ફરી એકવાર અનાજ કૌભાંડ ઝડપાયું છે. અંદાડા ગામે આવેલ સસ્તા અનાજની દુકાનના સંચાલકે પ્રધાન મંત્રી અન્ન યોજનાનુ અનાજ બારોબાર વેચી દિહુ હોવાનું ધ્યાને આપતા પ્રાંત અધિકારી નૈતિકા પટેલ અને તેમની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા

ઓદ્યોગીક નગરી અંકલેશ્વરમાંથી ફરી એકવાર અનાજ કૌભાંડ ઝડપાયું છે. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રધદાન મંત્રી અન્ન યોજનાનુ અનાજ ગરીબોના પેટમાં જવાના બદલે બારોબાર સગેવગે કરવામાં આવતું હતું. આ અંગેની ફરિયાદ અંકલેશ્વર પ્રાંત અધિકારી નૈતિકા પટેલને મળી હતી જેના આધારે તેઓએ તેમની ટીમ સાથે અંદાડા ગામની સસ્તા અનાજની દુકાન પર પહોંચ્યા હતા જો કે દુકાન બંધ હોય તેઓએ દુકાનના સંચાલક જંખેશ મોદીનો સંપર્ક કર્યો હતો. દુકાન સંચાલકે પ્રાંત અધિકારી અને તેમની ટીમને સાડા ત્રણ ક્લાક રાહ જોવડાવ્યા બાદ દુકાન પર પહોંચ્યો હતો.

અધિકારીઓએ દુકાનમાં તપાસ કરતાં માત્ર 100 કિલો જ ચોખા મળી આવ્યા હતા. આ અંગે પ્રાંત અધિકારી નૈતિકા પટેલે કનેક્ટ ગુજરાત સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યુ હતુ કે પ્રધાનમંત્રી અન્ન યોજના અંતર્ગત તારીખ 13મી એપ્રિલથી અનાજનું વિતરણ શરૂ કરવાનું હતું જો કે એ પૂર્વે જ દુકાન સંચાલકે તેની 2 દુકાનમાંથી આશરે 1 હજાર કિલો જેટલો અનાજનો જથ્થો બારોબાર વેચી દીધો હતો. આ અંગે તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને પુરવઠા વિભાગને પણ જાણ કરવામાં આવી છે.

Next Story