અંકલેશ્વર: કરોડો રૂપિયાના દારૂના જથ્થા પર રોલર ફેરવાયુ, રૂ.1 કરોડથી વધુના દારૂના જથ્થાનો નાશ

કડકિયા કોલેજ પાસે અવાવરુ જગ્યા ઉપર ડી.વાય.એસ.પી અને મામલતદાર સહીતના અધિકારીઓની હાજરીમાં ૧.૨૭ કરોડ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા ઉપર રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.

New Update
અંકલેશ્વર: કરોડો રૂપિયાના દારૂના જથ્થા પર રોલર ફેરવાયુ, રૂ.1 કરોડથી વધુના દારૂના જથ્થાનો નાશ

અંકલેશ્વર-હાંસોટ રોડ ઉપર આવેલ કડકિયા કોલેજ પાસે અવાવરુ જગ્યા ઉપર ડી.વાય.એસ.પી અને મામલતદાર સહીતના અધિકારીઓની હાજરીમાં ૧.૨૭ કરોડ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા ઉપર રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર શહેરના પાંચ પોલીસ મથક શહેર એ ડીવીઝન,બી ડીવીઝન અને તાલુકા પોલીસ મથક તેમજ જી.આઈ.ડી.સી. સહીત પાનોલી પોલીસ મથક ખાતે ગત વર્ષ દરમિયાન ઝડપાયેલ ૧ લાખથી વધુની બોટલો ઝડપાઈ હતી જે તમામ દારૂના જથ્થાનો નાશ કરવા નામદાર કોર્ટના આદેશ મુજબ આજરોજ ડી.વાય.એસ.પી.,મામલતદાર અને તમામ પોલીસ મથકના પી.આઈ.,પી.એસ.આઈ.સહિતના સ્ટાફની હાજરીમાં કડકિયા કોલેજ પાસે અવાવરુ જગ્યા ઉપર કુલ રૂ.૧,૨૭,૭૬૮૩૦ના વિદેશી દારૂના જથ્થા ઉપર રોડ રોલર ફેરવીને તમામ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

Read the Next Article

ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે પોલીસ જાપ્તામાંથી ફરાર લૂંટના ગુનાના આરોપીની મધ્યપ્રદેશમાંથી કરી ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે  વલસાડ પોલીસની ટીમ ઉમરગામ પો.સ્ટે.ના લૂંટ વીથ ધાડના આરોપીને વર્ષ ૨૦૨૧માં પકડી દાહોદથી વલસાડ લઇ જતી હતી.

New Update
guja aaa

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે  વલસાડ પોલીસની ટીમ ઉમરગામ પો.સ્ટે.ના લૂંટ વીથ ધાડના આરોપીને વર્ષ ૨૦૨૧માં પકડી દાહોદથી વલસાડ લઇ જતી હતી.

Advertisment W3.CSS
દરમ્યાન ચાલુ મુસાફરીએ નબીપુર પો.સ્ટે. વિસ્તારની હદમાં ઝંઘાર ગામ નજીક આરોપી બચુ નીનામા સરકારી વાહનમાં બારીમાંથી કુદી નાસી ગયો હતો. 
આ ગુનાનો આરોપી હાલ તેના વતન જામ્બુઆ (એમ.પી) નજીક ગ્રામ્ય વિસ્તારમાં છે.પોલીસે આરોપીની તપાસ અર્થે એક ટીમ જાંબુઆ મોકલી હતી. તપાસ ગયેલ ટીમ દ્વારા આરોપીના રોટલા ગામ (જિ. જામ્બુઆ)ની આસપાસ ખેતરોમાં રોડ ઉપર વોચ કરી આરોપી બચુ નીનામાની ધરપકડ કરવામાં આવી હતી.
Latest Stories