/connect-gujarat/media/post_banners/b7d8d1b9791ba33f1f14336d9292e0d57c08d2726adebca9ee04bcef350d9420.webp)
ભરૂચ એલસીબીએ અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર વર્ષા હોટલના કમ્પાઉન્ડમાં શંકાસ્પદ એન.એ.બી.આર કેમિકલ ભરેલ ટેન્કર મળી કુલ રૂ. ૧૨.૫૫ લાખથી વધુના મુદ્દામાલ સાથે ચાલકને ઝડપી પાડ્યો હતો. ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને શોધી કાઢવાના પેટ્રોલીંગમાં હતો..
તે દરમિયાન બાતમી મળી હતી કે, ભરૂચ-અંકલેશ્વર હાઇવે ઉપર વર્ષા હોટલના કમ્પાઉન્ડમાં ટેન્કર જીજે-૧૬-એવી-૭૪૮૭ પાર્ક કરેલ છે. જેમાં શંકાસ્પદ પ્રવાહી ભરી ચાલક ત્યાં હાજર છે, જેવી બાતમીના આધારે એલસીબીએ દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી ટેન્કરમાં ભરેલ ૨૧,૩૨૦ કિલો ગ્રામ એન.એ.બી.આર કેમિકલનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે રૂ. ૨.૫૫ લાખનું કેમિકલ અને ૧૦ લાખનું ટેન્કર મળી કુલ રૂ. ૧૨.૫૫ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી જીતાલીની ગ્રીન સીટી સોસાયટીમાં રહેતા ટેન્કર ચાલકને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.