અંકલેશ્વર: IPLની મેચ પર સટ્ટો રમતા આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

પોલીસે સ્થળ પરથી રોકડા ૭ હજાર અને એક ફોન મળી કુલ ૧૭ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી જનતા નગરમાં રહેતો હરેન્દ્ર સત્યદેવ યાદવને ઝડપી પાડ્યો

New Update
અંકલેશ્વર: IPLની મેચ પર સટ્ટો રમતા આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

અંકલેશ્વર-રાજપીપળા રોડ ઉપર આવેલ ભાવના ફાર્મ સોસાયટી પાસેથી મોબાઈલ ફોનમાં ઓનલાઈન આઈપીએલ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા એક સટ્ટોડિયાને ઝડપી પાડ્યો હતો હાલ ચાલી રહેલ આઈપીએલ મેચ ઉપર ઓનલાઈન સટ્ટો રમતા સટ્ટોડિયાઓ ઉપર વોચ રાખી જુગારના કેસો શોધી કાઢવા જીલ્લા પોલીસ વડાની સૂચનાને આધારે ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમીન આધારે અંકલેશ્વર-રાજપીપળા રોડ ઉપર આવેલ ભાવના ફાર્મ સોસાયટી પાસે રેડ કરતા એક ઇસમ મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાતી આઈપીએલ ટી-૨૦ મેચ ઉપર મોબાઈલ ફોનમાં ઓનલાઇન સટ્ટો રમતો ઝડપાઈ ગયો હતો પોલીસે સ્થળ પરથી રોકડા ૭ હજાર અને એક ફોન મળી કુલ ૧૭ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી જનતા નગરમાં રહેતો હરેન્દ્ર સત્યદેવ યાદવને ઝડપી પાડ્યો હતો.

Read the Next Article

ભરૂચ: સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા નગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓનું કરાયુ સન્માન

ભરૂચમાં વિપરીત પરિસ્થિતિમાં પણ ફરજ બજાવતા નગરપાલિકા ફાયર વિભાગના કર્મચારીઓનું  સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું....

New Update

ભરૂચમાં યોજાયો કાર્યક્રમ

સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમનું આયોજન

ફાયર વિભાગના કર્મચારીઓનું કરાયુ સન્માન

આગ સહિતની ઘટનાઓમાં બજાવે છે ફરજ

અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

ભરૂચમાં વિપરીત પરિસ્થિતિમાં પણ ફરજ બજાવતા નગરપાલિકા ફાયર વિભાગના કર્મચારીઓનું  સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું
ભરૂચનું સાર્થક ફાઉન્ડેશન જીવદયા સહિત વિવિધ સેવાકીય કાર્યો સાથે સંકળાયેલું છે.શહેરમાં પક્ષીઓ વીજતાર પર લટકાઈ જાય કે કોઈ પ્રાણી ગટરમાં પડી જાય ત્યારે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી કરે છે. આવી આપત્તિ દરમિયાન પણ ફાયર વિભાગની ટીમ જીવ જોખમમાં મૂકી સેવા આપે છે.આ સેવાકીય કાર્યો માટે સાર્થક ફાઉન્ડેશનના સ્નેહલ શાહ સહિતની ટીમ દ્વારા નગરપાલિકા સભાખંડ ખાતે પાલિકા ઉપપ્રમુખ અક્ષય પટેલ અને ફાયર વિભાગના ચેરમેન રાકેશ કહારની ઉપસ્થિતિમાં ફાયર વિભાગના અધિકારી ચિરાગ ગઢવી અને તેમની ટીમને સન્માનપત્ર તથા શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.