અંકલેશ્વર : ભડકોદ્રા ગામ અને GIDC વિસ્તારમાં તરખાટ મચાવનાર તસ્કર વલસાડથી ઝડપાયો...

તસ્કરે અંકલેશ્વરના ભડકોદ્રા ગામની આદિત્યનગર સોસાયટીમાં રહેતા ઇલાબેન જાધવના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું

અંકલેશ્વર : ભડકોદ્રા ગામ અને GIDC વિસ્તારમાં તરખાટ મચાવનાર તસ્કર વલસાડથી ઝડપાયો...
New Update

ભરૂચ એલસીબી અને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે અંકલેશ્વરના ભડકોદ્રા ગામની આદિત્યનગર સોસાયટી સહીત 4 સ્થળોએ ચોરીની ઘટનાને અંજામ આપનાર તસ્કરને વલસાડ ખાતેથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ગત તારીખ 23મી ઓગષ્ટના રોજ અંકલેશ્વરના ભડકોદ્રા ગામની આદિત્યનગર સોસાયટીમાં રહેતા ઇલાબેન જાધવના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મકાનમાં પ્રવેશ કરી અંદર રહેલા 3 ફોન અને સોનાના ઘરેણાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા, જ્યારે જીઆઈડીસી વિસ્તારના અન્ય મકાનમાંથી પણ 3 ફોનની ચોરી થઇ હતી.

આ ચોરી અંગે ભરૂચ એલસીબી અને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની ટીમે ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ વડે તપાસ કરતા આ ચોરીમાં મૂળ બિહારના અને હાલ વલસાડ રેલ્વે સ્ટેશન નજીક રહેતા ધીરજસિંગ દિલીપસિંગ રાજપૂત સંડોવાયેલ હોવાનું માલુમ પડતા ભરૂચ એલસીબી અને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે વલસાડ ખાતેથી ધીરજસિંગને ઝડપી પાડી તેની પુછપરછ કરતા તા. 22મી ઓગષ્ટના રોજ અંકલેશ્વર ખાતે હોટલ મયુરામાં રોકાઈ રાતે યુપીના રૂપેશ સાથે ભડકોદ્રા ગામની આદિત્યનગર સોસાયટી સહીત અન્ય એક મકાન તેમજ વર્ષ 2016માં માનવ મંદિર પાસેના ડેક્કન કોલોનીના એક મકાન તેમજ અન્ય 3 મકાને નિશાન બનાવ્યું હોવા સાથે ભીલાડ, વાપી અને દહાણું ખાતે પણ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી, ત્યારે હાલ તો પોલીસે ધીરજસિંગ દિલીપસિંગ રાજપૂતને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

#Ankleshwar #Bharuch Police #bharuchnews #AnkleshwarPolice #Ankleshwar News #Bhadkodra village #Ankleshwar GIDC #GIDC Ankleshwar #smuggler
Here are a few more articles:
Read the Next Article