અંકલેશ્વર: એક સપ્તાહમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ત્રીજી ઘટના, કોણ ભરશે પગલા?

અંકલેશ્વરના નોબલ માર્કેટ સ્થિત પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.

New Update
અંકલેશ્વર: એક સપ્તાહમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ત્રીજી ઘટના, કોણ ભરશે પગલા?

અંકલેશ્વરના નોબલ માર્કેટ સ્થિત પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. એક જ સપ્તાહમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટનાના કારણે અનેક ચર્ચાએ જોર પકડ્યું છે

અંકલેશ્વર નેશનલ હાઇવેને અડીને આવેલ વિવિધ સ્ક્રેપના માર્કેટમાં આગની ઘટનામાં વધારો થયો છે એક જ અઠવાડિયામાં આગ લાગવાની ત્રીજી ઘટના આજરોજ વહેલી સવારે અંકલેશ્વર નોબલ માર્કેટ સ્થિત પ્લાસ્ટિકના ગોડાઉનમાં બની હતી. સ્ક્રેપના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી આગે વિકારળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા આગને પગલે સ્થાનિકો રહીશોએ દોડી આવી પાણીનો છંટકાવ કરી ડી.પી.એમ.સી ફાયર વિભાગમાં જાણ કરી હતી આગની ગંભીરતાને ધ્યાનમાં રાખી ફાયર ફાયટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો અને મહામહેનતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગની ઘટનામાં કોઈને પણ જાનહાની નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો જ્યારે આગ ક્યા કારણોસર લાગી તે જાણી શકાયું નથી.અત્રે ઉલ્લેખની છે કે વારંવાર આગ ફાટી નીકળવાની ઘટનામાં વેપારીઓ જ જવાબદાર હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે નિંદ્રાધીન તંત્ર વહેલી તકે કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી છે.

Latest Stories