અંકલેશ્વરની ત્યાગી નગર સોસાયટીમાં પરિવાર ઠંડીમાં ઊંઘતું રહ્યું અને તસ્કરો તેમના મકાનમાંથી દાગીના તેમજ રોકડ રકમ મળી એક લાખ રૂપિયા ઉપરાંતની મત્તાનો હાથફેરો કરી ગયાં હતાં. અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર આવેલ ત્યાગી નગર સોસાયટીમાં મકાન નંબર ૩૦માં રહેતાં પરિવારના સભ્યો મીઠી નીંદર માણી રહયાં હતાં. તે સમય તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ ઘરમાં પ્રવેશી ઘરવખરી રફેદફે કરી કબાટમાં રહેલા સોના- ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા લઇને રફુચક્કર થઈ ગયા હતાં. સવારે જાગેલાં પરીવારના સભ્યોએ સામાન વેરવિખેર હાલતમાં જોતાં પોલીસને જાણ કરી હતી. તસ્કરો એક લાખ રૂપિયા ઉપરાંતની મત્તાની ચોરી કરી ગયાં હોવાનું જાણવા મળી રહયું છે. શિયાળાની ઠંડીનો પ્રારંભ થઇ ચુકયો છે ત્યારે પોલીસ નાઇટ પેટ્રોલિંગ સઘન બનાવે તેવી માંગ ઉઠી છે.
અંકલેશ્વર : હાંસોટ રોડ ઉપર આવેલ ત્યાગી નગરમાં એક લાખ રૂા.ની મત્તાની ચોરી
તસ્કરોએ ઘરમાં પ્રવેશી ઘરવખરી રફેદફે કરી કબાટમાં રહેલા સોના- ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા લઇને રફુચક્કર થઈ ગયા
New Update
Latest Stories