Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : ટ્રાફિક જામની સમસ્યાને દૂર કરવા પાલિકા મેદાને, ગેરકાયદેસર દબાણકર્તાઓ પર બોલાવશે સપાટો..!

શહેરમાં ઉભી થયેલી ટ્રાફિક જામની સમસ્યાને દૂર કરવા નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં દબાણ હટાવો ઝુંબેશને ફરી વેગ આપવામાં આવનાર છે.

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં ઉભી થયેલી ટ્રાફિક જામની સમસ્યાને દૂર કરવા નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં દબાણ હટાવો ઝુંબેશને ફરી વેગ આપવામાં આવનાર છે.

અંકલેશ્વર શહેરમાં ઉભી થયેલી ટ્રાફિક જામની સમસ્યાને દૂર કરવા નગરપાલિકા એક્શન મોડમાં આવી ગઈ છે, ત્યારે શહેરમાં લારી-ગલ્લા સહિત શાકભાજી અને પથારાવાળાઓ સહિત ગેરકાયદેસર દબાણકર્તાઓ પર પાલિકા દ્વારા સપાટો બોલાવવામાં આવનાર છે. અંકલેશ્વર શહેરમાં વધતા જતા ટ્રાફિકથી લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે, ત્યારે પાલિકા દ્વારા આવા દબાણોને તાત્કાલિક અસરથી દૂર કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. જેના ભાગરૂપે આગામી સોમવારથી શહેરના મુખ્ય માર્ગ પર રહેલા તમામ પ્રકારના ગેરકાયદેસર દબાણોને પાલિકાની ટીમ દ્વારા દૂર કરવામાં આવશે. રાહદારીઓ માટે માથાના દુ:ખાવા સમાન બનેલ લારી-ગલ્લા સહિત શાકભાજી અને પથારાવાળાઓને હટાવવા માટે પાલિકાની ટીમ મેદાનમાં આવશે. જોકે, સોમવાર સુધીમાં દબાણકર્તાઓ દ્વારા અડચણરૂપ દબાણો દૂર નહીં કરાય તો પાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Next Story