અંકલેશ્વર : વાલિયા રોડ પરની 2 સોસાયટીમાં તસ્કરોએ મચાવ્યો તરખાટ, પોલીસે તપાસ આરંભી...
રાત્રિના સમયે કોઈ અજાણ્યા તસ્કરોએ ઘરના આગળનો દરરજો તોડી ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી કબાટમાં તેમજ પલંગમાં મુકેલા કપડાં, સર-સામાન વેરવિખેર કરી નાખ્યો હતો.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ ખાતે તસ્કરોએ નિશાન બનાવેલ મકાનો ખાતે જીઆઇડીસી પોલીસે જઈ તપાસની તજવીજ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરના વાલિયા રોડ સ્થિત કોસમડી ગામ ખાતે આવેલ શ્રી ગજાનંદ સોસાયટીમાં તેમજ મોળા ફળિયાના અન્ય એક મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મહિલા પોતાના પિયરમાં ગઈ હતી, તે દરમિયાન રાત્રિના સમયે આગળનો દરવાજાનો નકુચો તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ, વાલિયા રોડ ખાતે આવેલ શ્રીજી ગજાનંદમાં રહેતા વ્યક્તિ પારિવારિક પ્રસંગ હોવાના કારણે પોતાનું મકાન બંધ કરી રાજસ્થાન ગયા હતા. આ દરમિયાન રાત્રિના સમયે કોઈ અજાણ્યા તસ્કરોએ ઘરના આગળનો દરરજો તોડી ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી કબાટમાં તેમજ પલંગમાં મુકેલા કપડાં, સર-સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. બનાવના પગલે જીઆઇડીસી પોલીસે ઘટના સ્થળે દોડી આવી તપાસની તજવીજ હાથ ધરી છે.