Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : GIDCમાં શ્રી રામ ડિસિંગ વર્કસ કંપનીમાં ૨૭ લાખની ઠગાઈ કરનારા બે ઈસમો ઝડપાયા

અંકલેશ્વર : GIDCમાં શ્રી રામ ડિસિંગ વર્કસ કંપનીમાં ૨૭ લાખની ઠગાઈ કરનારા બે ઈસમો ઝડપાયા
X

અંકલેશ્વરના વાલિયા રોડ ઉપર આવેલ સ્વસ્તિક પાર્ક સોસાયટીમાં રહેતા સુરેશ બચુભાઇ લુહાર જે જી.આઈ.ડી.સીમાં આવેલ મેઘમની ચોકડી સ્થિત શ્રીરામ ડિસિંગ વર્કસમાં ફેબ્રિકેશન અને એન્જીનીરિંગનો વ્યવસાય કરે છે. 2 વર્ષ પહેલાં પ્રોડક્શન વધારવા માટે બેન્ડિંગ મશીનની શોધમાં હતા.

તેઓને અમદાવાદના ચાંદખેડાની શરણમ રેસિડેન્સીમાં રહેતા પરિચિત કુલદીપ જગતસિંગ સિંઘએ દિગમ્બર આત્મારામ રાણે સાથે સંપર્ક કરાવ્યો હતો. જે બંને ઈસમોએ ડિલ પેટે પ્રથમ ચાર લાખ અને ત્યારબાદ અલગ અલગ રીતે મળી કુલ 27 લાખ રૂપિયા માંગ્યા હતા. જે બાદ બંને ઈસમોને મશીન અંગે પૂછપરછ કરતા તેઓએ ઉડાઉ જવાબ આપતા હતા. ત્યારે કંપનીના માલિક તેઓ બંને પાસે રૂપિયા પરત માંગતા તેઓએ માલિકને ફોન ઉપર મારી નાખવાની ધમકી આપતા હતા. જે અંગે કંપનીના માલિક સુરેશ લુહારે બંને ઠગ વિરૂદ્ધ જી.આઈ.ડી.સી.પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી. તે દરમિયાન જી.આઈ.ડી.સી.પોલીસે છેતરપીંડી કરનાર દિગમ્બર આત્મારામ રાણે,કુલદીપ જગતસિંગ સિંઘને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story