Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : અંબાજી મંદિરના પ્રસાદના વિવાદને લઈને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ મેદાને આવ્યું...

અંબાજીમાં મોહનથાળના પ્રસાદને લઈને દિવસેને દિવસે વિવાદ વકરી રહ્યો છે, જેની અસર હવે અંકલેશ્વરમાં પણ જોવા મળી છે.

X

અંબાજી મંદિરમાં મોહનથાળની પ્રસાદીના વિવાદને લઈને ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માર્કંડેશ્વર મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા મોહનથાળની પ્રસાદીનું વિતરણ કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. અંબાજીમાં મોહનથાળના પ્રસાદને લઈને દિવસેને દિવસે વિવાદ વકરી રહ્યો છે, જેની અસર હવે અંકલેશ્વરમાં પણ જોવા મળી છે. ગુજરાતમાં શકિતપીઠ અંબાજીમાં મોહન થાળ પ્રસાદને બંધ કરવાના વિરોધ વચ્ચે અંકલેશ્વરના ધાર્મિક આગેવાનો પણ મેદાને ઉતર્યા છે. મંદીરના સંચાલકો દ્વારા મંદિરની આગવળી ઓળખ સમાન મોહનથાળનો પ્રસાદ બંધ કરીને ચીકીનો પ્રસાદ આપવાની શરૂઆત કરવામાં આવી છે,

જેના કારણે ભક્તોમાં નારાજગીની લાગણી ફેલાય છે, ત્યારે રાજ્યના ઠેર ઠેર મંદિરો અને ધાર્મિક આગેવાનોએ આ બાબતે વિરોધ નોંધાવ્યો છે. સદીઓથી મોહનથાળનો ભોગ અંબાજીને ધરવાની પરંપરા રહી છે. જેમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો, ત્યારે આ બદલાવથી રાજકારણમાં પણ ગરમાવો જોવા મળ્યો હતો. તો રાજ્યના વિવિધ મંદિરોમાં પણ આ વિવાદની અસર જોવા મળી છે, ત્યારે અંકલેશ્વરના માર્કંડેશ્વર મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનોએ માતાજીની આરતી કરી પ્રસાદરૂપે ભાવિકભક્તોને મોહનથાળનું વિતરણ કરી વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે જ વિવાદનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Next Story