/connect-gujarat/media/post_banners/020a505ff1ec55f02c3fbbab3c6ae3ec7bf40af9f2b0148df4cdc120e45f66ec.webp)
ગ્રીન ઈન્ડિયા મૂવમેન્ટ અને અંગદાન એજ મહાદાનના સંદેશ સાથે મેંગલોરથી કાશ્મીર જવા નીકળેલ સાઈકલ યાત્રીઓનું ભરૂચ- અંકલેશ્વરના સાયક્લિસ્ટ ગ્રુપ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
કર્ણાટકના મેંગલોર ખાતે રહેતા શ્રીનિધી શેટ્ટી અને જગદીશ કુલાલ ગ્રીન ઈન્ડિયા મૂવમેન્ટ અને અંગદાન એજ મહાદાનના સંદેશ સાથે મેંગલોરથી કાશ્મીર સુધી સાઇકલ યાત્રા પર નીકળ્યા છે જેઓ લોકોમાં અંગદાન એજ મહાદાન જન જાગૃતિ ફેલાવી રહ્યા છે જેઓ ૨૮ દિવસ બાદ ૩૫૦૦ કિલો મીટરની યાત્રા ખેડી આજરોજ અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે આવી પહોંચતા તેઓનું ભરૂચ- અંકલેશ્વરના સાયક્લિસ્ટ ગ્રુપના સભ્ય શ્વેતા વ્યાસ અને નિલેશ ચૌહાણએ ભવ્ય સ્વાગત કર્યું હતું જેઓ બંને સાયક્લિસ્ટો ટૂંકું રોકાણ કરી આગળના પ્રવાસે નીકળ્યા હતા.