Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: GIDC વિસ્તારના બાગ બગીચાઓના નિકંદન માટે જવાબદાર કોણ, કરોડો રૂપિયા જાય છે ક્યા?

એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસહાત અંકલેશ્વરના રહેણાક વિસ્તારોમાં સાફ સફાઈ અને સમારકામ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે

X

એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસહાત અંકલેશ્વરના રહેણાક વિસ્તારોમાં સાફ સફાઈ અને સમારકામ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે આમ છતા જીઆઈડીસીના અનેક બાગ બગીચાઓમાં સાફ સફાઈ ન કરવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે ત્યારે કનેક્ટ ગુજરાત દ્વારા એક જવાબદાર મીડિયા તરીકે રિયાલીટી ચેક કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ કનેક્ટ ગુજરાતની ટીમ પહોંચી હતી માનવ મંદિર નજીક આવેલ સુવર્ણ જયંતિ ઉદ્યાન પર... જોઈએ આ ઉદ્યાનની શું પરિસ્થિતી છે....

દેશભરમાં હાલ સ્વરછ ભારત અભિયાન ચલાવવામાં આવી રહયું છે અને ઠેર ઠેર સ્વરછ્તા અંગેના કાર્યક્રમો યોજાય રહ્યા છે પરંતુ એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ગણાતા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના રહેણાક વિસ્તારોમાં જ સ્વરછ્તાના નામે મીંડું જોવા મળી રહ્યું છે. અંકલેશ્વર નોટિફાઇડ વિસ્તારમાં સાફ સફાઈનું બજેટ રૂ.૧.૧૨ કરોડ અને બગીચાની સાફ સફાઈ માટે વાર્ષિક રૂ.41 લાખનો ખર્ચો કરવામાં આવે છે પરંતુ આ ખર્ચો જાય છે ક્યાં એ સમજાતું નથી. આ સમજ મેળવવા માટે જાગૃત મીડિયા તરીકે કનેક્ટ ગુજરાતની ટીમ માનવ મંદિર નજીક આવેલ સુવર્ણ જયંતિ ઉદ્યાન પર પહોચી હતી. બહારથી આ ઉદ્યાન રમણીય લાગ્યું હતું પરંતુ અંદર જતા ખ્યાલ આવ્યો કે આટલા સુંદર બગીચાના નિભાવ માટે જાણે કોઈ કામગીરી જ કરવામાં નથી આવી. શૌચાલય હોય, ફિશ પોન્ડ હોય, કે પછી બગીચાનો અન્ય વિસ્તાર તેની કોઈ સાફ સફાઈ પણ કરવામાં આવતી નથી. ફિશ પોન્ડ નજીક નાના બાળકો રમી રહ્યા હોય છે પરંતુ નજીકમાં રહેલા જીવંત વીજ તાર તેમના માટે મોતનો સંદેશો લઈને આવી શકે છે. આ સાથે જ બગીચામાં મનમોહક સ્ટ્રક્ચર પણ તૈયાર કરવામાં આવ્યું છે જેમાંથી ફુવારારૂપે સુંદરતા ઝળકે છે પરંતુ આ સ્ટ્રકચર પણ જાણે ધૂળ ખાઈ રહયું છે

આ અંગે કનેક્ટ ગુજરાત દ્વારા અંકલેશ્વર નોટીફાઇડએરિયા ઓથોરીટીના ચીફ ઓફિસરનો સંપર્ક કરતા તેઓ રજા પર હોવાનું અને ચેરમેન ગુજરાત બહાર હોવાનું બહાર આવ્યું હતું ત્યારે આ બાબતે જવાબદાર તંત્ર ક્યારે કાર્યવાહી કરશે એ જોવું રહ્યું

Next Story