Connect Gujarat
ભરૂચ

ભરૂચ: સરકારી તબીબોની હડતાળના પગલે 4 મૃતદેહો પી.એમ.વિના રઝળ્યા

સરકારી તબીબોની હડતાળમા ભરૂચના પણ 90 થી વધુ તબીબો જોડાતા પી.એમ .સહિત આરોગ્ય સેવાઓને માઠી અસર થઇ રહી છે

X

સરકારી તબીબોની હડતાળમા ભરૂચના પણ 90 થી વધુ તબીબો જોડાતા પી.એમ .સહિત આરોગ્ય સેવાઓને માઠી અસર થઇ રહી છે ત્યારે હડતાળ પર ઉતરેલા ડોક્ટર્સ દ્વારા રેલ્વે સ્ટેશનથી સિવિલ હોસ્પિટલ સુધી રેલી કાઢવામાં આવી હતી.

ગુજરાત ગવર્મેન્ટ ડોક્ટર્સ ફોરમના નેજા હેઠળ ભરૂચ જિલ્લાના વર્ગ ૧ અને ૨ના આરોગ્ય વિભાગના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, સિવિલ હોસ્પિટલ, જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા તમામ સરકારી તબીબો પડતર માંગણીઓના મુદ્દે રાજયવ્યાપી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરેલ છે. જેમાં ભરૂચ જિલ્લાનાના પણ કુલ 90 થી વધુ તબીબો જોડાતા આરોગ્ય સેવાઓને અસર થતાં ઓપીડી, પોસ્ટમોર્ટમ, ઇમરજન્સી સેવાઓ ખોરવાઈ ગઈ છે.

ગત રાત્રિથી ચાર જેટલા મૃતદેહો પોસ્ટમોર્ટમ વિના પડી રહેતા પરિવારજનોની તેમજ દર્દીઓની હાલત કફોડી બની રહી છે. સરકારી તબીબોની અચોક્કસ મુદ્દતની હડતાળ યથાવત રહેતા ભરુચ રેલવે સ્ટેશન ખાતેથી ડોક્ટર્સ દ્વારા રેલી કાઢી તેમની પડતર માંગણીઓ પૂરી કરવાની માંગ કરી હતી.

Next Story