Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ઝઘડિયા તાલુકાના તલોદરા ગામે માદા દીપડો પાંજરે પુરાયો,વન વિભાગ દ્વારા સુરક્ષિત જગ્યાએ છોડી મુકવામાં આવશે

X

ભરૂચના તલોદરા ગામનો બનાવ

માદા દીપડો પાંજરે પુરાયો

માદા દીપડાને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવામાં આવશે

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તલોદરા ગામે એક મકાન નજીકથી વનવિભાગે મુકેલ પાંજરામાં એક માદા દીપડો પાંજરે પુરાયો હતો જેને વન વિભાગ દ્વારા સુરક્ષિત સ્થળે છોડી મૂકવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

ભરૂચના ઝઘડીયા તલોદરા ગામે છેલ્લા બે ત્રણ દિવસથી રાત્રી દરમિયાન દીપડાની હાજરી જણાતા સ્થાનિકોએ ઝઘડિયા વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગ દ્વારા દીપડાની સંભવિત હાજરીવાળા સ્થળની ચકાસણી કર્યા બાદ દિનેશભાઇ વસાવાના મકાનથી થોડે દુર પાંજરુ ગોઠવવામાં આવ્યું હતું. ભારે જહેમત બાદ ગઇ રાત્રી દરમિયાન વનવિભાગે મુકેલ પાંજરામાં એક માદા દીપડી ઝડપાઇ હતી. જાણવા મળ્યા મુજબ આ દીપડી ૧૧ થી ૧૨ મહીના જેટલી ઉંમરની હોવાનો અંદાજ છે. વનવિભાગ દ્વારા આ ઝડપાયેલ માદા દીપડીને ઝઘડિયા ખાતે લાવવામાં આવી હતી. વનવિભાગ દ્વારા આ દીપડીને હવે ખોરાક પાણી મળી રહે તેવા સલામત સ્થળે છોડવામાં આવશે.

Next Story