ભરૂચ : ઝઘડીયા-રાજપારડીના ચાર રસ્તા નજીક ઊભેલી ટ્રક પાછળ મોટરસાયકલ ભટકાતાં પતિ-પત્નીનું મોત...

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ચાર રસ્તા નજીક વધુ એક અકસ્માતમાં બાઇક સવાર પતિ-પત્નીના મોત નીપજ્યાં હતા.

New Update
ભરૂચ: ઝઘડિયાના રાજપારડી નજીક ઉભેલ ટ્રક પાછળ ભટકાતા બાઈક સવાર પતિ-પત્નીનું મોત
Advertisment

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ચાર રસ્તા નજીક વધુ એક અકસ્માતમાં બાઇક સવાર પતિ-પત્નીના મોત નીપજ્યાં હતા.

Advertisment

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીના ચાર રસ્તા નજીક એક મોટરસાયકલ રોડની સાઇડમાં ઉભેલ હાઇવા ટ્રકના પાછળના ભાગે અથડાતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જચારે બાઇક પાછળ બેઠેલ મહિલાનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ, રાજપારડીના બકાનગરમાં રહેતા 58 વર્ષીય ઉદેસીંગ છત્રસીંગ રાજ ગતરોજ તેમની પત્ની સાથે મોટરસાયકલ પર ભરૂચ તરફથી રાજપારડી પરત આવી રહ્યા હતા, ત્યારે સાંજના અરસામાં રાજપારડી ચાર રસ્તા નજીક આવતા રોડની સાઇડમાં ઉભી રહેલ એક હાઇવા ટ્રકના પાછળના ભાગે મોટરસાયકલ અથડાતા મોટરસાયકલ ચાલક ઉદેસીંગ રાજ અને તેમના પત્નીને ગંભીર ઇજા પહોચી હતી. આ અકસ્માતમાં બાઇક ચાલક ઉદેસીંગ રાજનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે ઇજાગ્રસ્ત પત્નીને બન્ને હાથે ફેકચર થવા ઉપરાંત મોઢાના ભાગે ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમ્યાન તેમની પત્નીનું પણ મોત થયું હતું. આ અકસ્માતમાં રાજપારડીના દંપતિનું મોત થતાં ગામમાં શોકનો માહોલ છવાયો હતો. બનાવના પગલે રાજપારડી પોલીસે અકસ્માતે 2 લોકોના મોતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories