Connect Gujarat
ભરૂચ

ભરૂચ : માય લીવેબલ ભરૂચ અભિયાન અંતર્ગત મેરેથોન દોડ યોજાય, દોડવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો...

ભરૂચની જે.પી.કોલેજ ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ સહિતના અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભરૂચ મેરેથોન દોડને પ્રસ્થાન કરાવવામાં આવી હતી.

X

માય લીવેબલ ભરૂચ અભિયાન અંતર્ગત ભરૂચની જે.પી.કોલેજ ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ સહિતના અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભરૂચ મેરેથોન દોડને પ્રસ્થાન કરાવવામાં આવી હતી.

આઝાદી કા અમૃત મહોત્સવ અંર્તગત ફીટ ઈન્ડીયાના નારા સાથે માય લિવેબલ ભરૂચની આગવી ઓળખ સમગ્ર ભારત દેશમાં પહોચે તે માટે ભરૂચની રોકવુલ કંપની તેમજ સહયોગી સંસ્થાઓ દ્વારા ભરૂચ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચની જે.પી.કોલેજ ખાતે માય લિવેબલ ભરૂચ અભિયાન અંર્તગત યોજાયેલ ભરૂચ મેરેથોન દોડને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા સહિતના અગ્રણીઓએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવી હતી. આ સાથે જ ટાઈમિંગ કેટેગરી અને ફન કેટેગરી એમ 2 કેટેગરીમાં યોજાયેલ ભરૂચ મેરેથોન દોડમાં મોટી સંખ્યામાં શહેરીજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

જોકે, ભરૂચ મેરેથોન દોડમાં ઓફિસિયલ હાફ મેરેથોન રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય કક્ષાએ ક્વોલિફાયર માટે આયોજન કરાયું હતું. જેમાં કેટેગરી વાઈઝ 3,5,10 કિલોમીટર અને 21 કીલોમીટરની શ્રેણીમાં મેરેથોન દોડ યોજાય હતી. જેમાં ભરૂચ ઉપરાંત બહારથી પણ ખૂબ મોટી સંખ્યામાં દોડવીરોએ ભાગ લીધો હતો. તે સાથે જ દોડવીરો નિયત રૂટ પર ઉત્સાહ સાથે દોડી પડ્યા હતા. મૂળ સુરતના અને હાલ 6 મહિનાથી કેન્યા રહેતા દિવ્યેશ રાણાએ 21 કિલોમીટરની મેરેથોન કેટેગરી 1 કલાક 25 મિનિટમાં પૂર્ણ કરી વિજેતા બન્યા હતા, ત્યારે ભરૂચ મેરેથોન દોડમાં તમામ વિજેતાઓને પ્રમાણપત્ર તેમજ ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Next Story