/connect-gujarat/media/post_banners/88080512a21e2fc66f82dc7fa1f850f44a21d12b8a43f3eac060d3739ac97bab.jpg)
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કીમોજ અને સાંગડી ગામ વચ્ચે અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ચાલક યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
ભરૂચ શહેર તથા જીલ્લામાં આજરોજ વહેલી સવારે ગાઢ ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું હતું, ત્યારે આવા ગાઢ ધુમ્મસમાં અકસ્માત થવાના બનાવો પણ વધી જતાં હોય છે. તેવામાં જંબુસર તાલુકાના કીમોજ અને સાંગડી ગામ વચ્ચે અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ચાલક યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. દહેજ ખાતે નોકરી કરવા જતા સીગામ ગામના 20 વર્ષીય યુવાન જ્યંકસિંહ રણાને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી હતી, ત્યારે ગંભીર ઇજાના પગલે યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. જોકે, અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. તો બીજી તરફ, અકસ્માતમાં યુવાનનું મોત નિપજતા કાવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.ભરૂચ : જંબુસરના કીમોજ-સાંગડી ગામ વચ્ચે અજાણ્યા વાહનની ટક્કરે સીગામના યુવાનનું ઘટના સ્થળે મોત...