New Update
પંજાબમાં આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થતા ભરૂચ ખાતે ઉજવણી કરવામાં આવી હતી..પંજાબમાં કોંગ્રેસ, અકાલીદલ સહિતની પાર્ટીઓને પરાજય આપી આમ આદમી પાર્ટીએ ભવ્ય વિજય મેળવ્યો છે. પંજાબમાં આપનું ઝાડુ ફરી વળતા તમામ મોટા પક્ષો ધરાશયી થયા છે. દેશમાં દિલ્હી બાદ હવે પંજાબ માં પણ આપની સરકાર બની છે. ભરૂચમાં પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી હરેશ જોગરાણા જયેન્દ્રસિંહ રાજ ભરૂચ શહેર પ્રમુખ ગોપાલ રાણા સહિતના કાર્યકરો દ્વારા ઢોલ નગારા અને કાર્યકરોને મીઠાઇ ખવડાવી તુલસીધામ ખાતે ઉજવણી કરવામાં આવી હતી.
Latest Stories