Connect Gujarat
ભરૂચ

ભરૂચ : છેલ્લા 2 વર્ષથી ફરાર તાપી-વ્યારા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુન્હાનો આરોપી SOG પોલીસના હાથે ઝડપાયો...

SOG પોલીસે છેલ્લા 2 વર્ષથી તાપી જિલ્લાના વ્યારા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનાના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ : છેલ્લા 2 વર્ષથી ફરાર તાપી-વ્યારા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુન્હાનો આરોપી SOG પોલીસના હાથે ઝડપાયો...
X

ભરૂચ જિલ્લા SOG પોલીસે છેલ્લા 2 વર્ષથી તાપી જિલ્લાના વ્યારા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનાના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ મહા નિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તરફથી ભરૂચ જિલ્લાના તથા જિલ્લા બહારના નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે આપવામાં આવેલ સૂચનાના આધારે SOG પોલીસની ટીમે ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન SOG પોલીસને બાતમી મળી હતી કે, તાપી જિલ્લાના વ્યારા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસતો ફરતો આરોપી 32 વર્ષીય ઈમરાન મોહમ્મદ પટેલ રહે; રહાડ ગામ, તાલુકો વાગરા, જીલ્લો ભરૂચ. કે, જે ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી બ્રિજ નીચે હાજર છે, તેવી બાતમીના આધારે પોલીસે સ્થળ પર આવી તપાસ કરતા આરોપી મળી આવ્યો હતો. આ હે જ આરોપીના નામઠામની ખાતરી કરી આરોપીને CRPC 41 (i) મુજબ અટકાયત કરી ભરૂચ શહેર બી’ ડિવિઝન પોલીસેને આગળની વધુ કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો છે.

Next Story