ભરૂચ : નબીપુર નજીક ટેમ્પો, રીક્ષા અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ટેમ્પો ચાલકનું ઘટના સ્થળે મોત…

રીક્ષા અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં ટેમ્પો ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું

New Update
ભરૂચ : નબીપુર નજીક ટેમ્પો, રીક્ષા અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ટેમ્પો ચાલકનું ઘટના સ્થળે મોત…

ભરૂચ જિલ્લાના નબીપુર નજીક નેશનલ હાઇવે નં. 48 ઉપર ટેમ્પો, રીક્ષા અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં ટેમ્પો ચાલકનું ઘટના સ્થળે મોત નિપજતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નં. 48 ઉપર અવાર નવાર અકસ્માતોની ધટના બને છે.

એટલું જ નહીં, આ અકસ્માતમાં કેટલાય લોકો જીવ પણ ગુમાવે છે, ત્યારે એવી જ એક ઘટના ગતરોજ સાંજના સમયે સર્જાય હતી. નબીપુર-કવિઠા ચોકડી ઓવરબ્રિજ ઉતરતા વડોદરા તરફથી ભરૂચ તરફ એક આઈશર ટેમ્પો નંબર TN-77-Q-4658 જઈ રહ્યો હતો, તે સમયે બ્રિજ ઉતરતા એક પેસેન્જર રીક્ષાને ટક્કર મારી હતી.

આ સાથે જ નબીપુર-કવિઠા પાટિયા પાસે આવેલ ફાઈવ સ્ટાર હોટલ નજીક પણ એક કન્ટેનર નંબર GJ-06-HK-2043, જે ભરૂચ તરફ જઈ રહ્યું હતું તેમાં પણ પાછળથી ધડાકાભેર ઘુસી જતા ટેમ્પા ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. અકસ્માતના પગલે હાઇવે પર વડોદરાથી ભરૂચ તરફ ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. બનાવની જાણ થતાં જ નબીપુર પોલીસ મથકનો કાફલો તુરંત ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી, જ્યારે ભારે જહેમત બાદ પોલીસે ટ્રાફિક હળવો કરાવ્યો હતો.

Read the Next Article

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો, રાજ્યના કુલ 9 જિલ્લાઓ હવામાન વિભાગે 'ઓરેન્જ' અને 'યલો' એલર્ટ કર્યા જાહેર

હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. આ વચ્ચે, હવામાન વિભાગે આવતીકાલે એટલે કે જુલાઈ 7 ના રોજ પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે,

New Update
guj

હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. આ વચ્ચે, હવામાન વિભાગે આવતીકાલે એટલે કે જુલાઈ 7 ના રોજ પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે, જે દર્શાવે છે કે ચોમાસું 2025 રાજ્યમાં સંપૂર્ણપણે સક્રિય છે.

આવતીકાલનું હવામાન રાજ્યના કુલ 9 જિલ્લાઓ માટે મહત્ત્વનું રહેશે, જ્યાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડવાની શક્યતા છે. આ અંગે હવામાન વિભાગે 'ઓરેન્જ' અને 'યલો' એલર્ટ જાહેર કર્યા છે.

આવતીકાલના વરસાદની આગાહી અને એલર્ટ

હવામાન વિભાગના વરસાદ સમાચાર મુજબ, આવતીકાલે જુલાઈ 7 ના રોજ દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓ – નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલી માં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે, જેના પગલે 'ઓરેન્જ એલર્ટ' આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં વહીવટી તંત્રને સાબદું રહેવા અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.

આ ઉપરાંત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અન્ય પાંચ જિલ્લાઓ – અમરેલી, ભાવનગર, સુરત, તાપી અને ડાંગ માં પણ ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને 'યલો એલર્ટ' જાહેર કરાયું છે.

તંત્ર અને નાગરિકો માટે સૂચનાઓ

વરસાદની આ આગાહીને પગલે સ્થાનિક તંત્ર દ્વારા નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને 'ઓરેન્જ એલર્ટ' ધરાવતા વિસ્તારોમાં લોકોને બિનજરૂરી રીતે બહાર ન નીકળવા, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે તેવી શક્યતા હોવાથી સાવધ રહેવા, અને વીજળીના કડાકા-ભડાકા સમયે સુરક્ષિત સ્થળે આશ્રય લેવા જણાવાયું છે. વરસાદના કારણે દરિયામાં ભારે કરંટ જોવા મળી શકે છે, જેથી માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.