ભરૂચ: રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વડદલા નજીક ટેમ્પો,પીકઅપ વાન અને કન્ટેનર વચ્ચે અકસ્માત,10 મુસાફરોને ઇજા

અકસ્માતમાં મુસાફરોમાં 10 થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી . જ્યારે ટેમ્પોમાં ફસાઈ ગયેલા એક યુવાનને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બહાર કઢાયા..

New Update

ભરૂચના નેશનલ હાઇવે ઉપર વડદલા પાટિયા પાસે આઇસર ટેમ્પો , પીકઅપ ગાડી અને ડાક પાર્સલ કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો . આ અકસ્માતમાં 10 થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી ભરૂચના નેશનલ હાઇવે ઉપર આવેલા વડદલા પાટિયા પાસેથી પસાર થઇ રહેલા આઇસર ટેમ્પો ચાલકે પીકઅપ ગાડી અને ડાક પાર્સલ કન્ટેનરને ટક્કર મારતાં ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો .

" max-width="100%" class="video-element note-video-clip" height="360">

આ અકસ્માતમાં મુસાફરોમાં 10 થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી . જ્યારે ટેમ્પોમાં ફસાઈ ગયેલા એક યુવાનને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બહાર કાઢી 108 સેવાની મદદ વડે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો . અકસ્માતને પગલે હાઇવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો.અકસ્માત અંગેની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને માર્ગની બાજુમાં ખસેડી ટ્રાફિક પૂર્વવત કર્યો હતો.

Read the Next Article

અંકલેશ્વર: રામકુંડ ખાતે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરાયુ

દર વર્ષે રામકુંડના મહંત ગંગાદાસ મહારાજ દ્વારા ટર્સ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

New Update
MixCollage-08-Jul-2025-08-38-PM-8313

દર વર્ષે રામકુંડના મહંત ગંગાદાસ મહારાજ દ્વારા ટર્સ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે.

જેના ભાગરૂપે આજે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. 
જેમાં સંતોને પ્રસાદી જમાડીતેઓને ભેટ સ્વરૂપે છત્રી આપવામાં આવી હતી. આ ભંડારાનો 350થી વધુ સાધુ સંતોએ લાભ લીધો હતો.