/connect-gujarat/media/post_banners/e03c00407ea0960952046447a584793e56afdb4d263fb099f0142f98455e28f1.webp)
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના વટારીયા-સેંગપુર જવાના માર્ગની બાજુમાં ખુલ્લા ખેતરમાં ચમારીયા ગામના રાજપૂત દંપતીએ ઘર કંકાસને પગલે ઝેરી દવા ગટગટાવી લેતા પતિનું મોત નીપજયું હતું, જ્યારે સારવાર દરમ્યાન પત્નીનું પણ મોત નિપજતા વાલિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ભરૂચના વાલિયા તાલુકાના વટારીયા-સેંગપુર જવાના માર્ગ પર ખુલ્લા ખેતરમાં રાત્રિના સમયે ઘર કંકાસમાં નારાજ થઈને આવેલ દંપતીએ ઝેરી દવા પી લેતા પતિનું મોત નિપજતા ચકચાર મચી ગઈ છે. વાલિયા તાલુકાના ચમારિયા ગામના રાજપૂત ફળિયામાં રહેતા જીતેન્દ્રસિંહ હરિસિંહ બોરસિયાના સંબંધી 59 વર્ષીય વિજયસિંહ બોરસિયા અને તેઓના પત્ની ગીતા બોરસિયા સાથે તેઓના પરિવાજનો વચ્ચે કોઈક બાબતે ઝઘડો થતાં દંપતીને લાગી આવતા તેઓ રાતે ઘરેથી નીકળી ગયા હતા, અને વાલિયા તાલુકાના વટારીયા-સેંગપુર જવાના માર્ગની બાજુમાં ખુલ્લા ખેતરમાં આવી ત્યાં દંપતીએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. બનાવ અંગેની જાણ જીતેન્દ્રસિંહને થતાં તેઓએ ભાઈ-ભાભીને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખડેસવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન 59 વર્ષીય પતિ વિજયસિંહ બોરસિયાનું મોત નીપજયું હતું, જ્યારે પત્ની 54 વર્ષીય ગીતા બોરસીયાનું પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતા વાલિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.