/connect-gujarat/media/post_banners/47fe3a7e266adc0c7a1cf420ced16c2e56ff61e3464793d366a4616cb4bea064.jpg)
આગામી તા. ૩જી મેના રોજ ભગવાન પરશુરામ જયંતિ તેમજ પરશુરામ વિજય યાત્રા સંદર્ભે આજરોજ ભરૂચ અને અંકલેશ્વર શહેર ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન પરશુરામની જન્મ જયંતીના ઉપલક્ષમાં ઠેરઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી આ ભવ્ય બાઇક રેલીને રાજ્યમંત્રી પુર્ણેશ મોદી, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ સહિતના આગેવાનોના હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવી હતી. જે બાદ આ બાઇક રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી.
તો બીજી તરફ અંકલેશ્વર ખાતે પણ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા જીઆઈડીસી વિસ્તારમાં ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રેલીનું નવદુર્ગા ગરબા ગ્રાઉન્ડ ખાતેથી AIAના પ્રમુખ રમેશ ગાબાણી, બ્રહ્મ સમાજ આગેવાન લલિત શર્મા, પ્રવીણ તેરૈયા સહિતના આગેવાનોએ ભગવાન પરશુરામની આરતી ઉતારી બાઈક રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલી અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. જે રેલીમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના આગેવાનો સહિતના સભ્યો જોડાયા હતા.