Connect Gujarat
ભરૂચ

ભરૂચ: પંજારોલી ગામે આદિવાસી સમાજની સ્મશાન ભૂમિને ખાનગી કંપનીને ફાળવી દેવાતા અનેક તર્ક વિતર્ક

હાસોટમાં આવેલા પાંજરોલી ગામમાં આવેલી સર્વે નંબર 219 વાળી જમીન આદિવાસી સમાજના સ્મશાન માટે આપવામાં આવી હતી.

X

ભરૂચ જિલ્લાના હાસોટ તાલુકાના પાંજરોલી ગામે આદિવાસી સમાજની સ્મશાન ભૂમિને ગેરકાયદેસર રીતે ખાનગી કંપનીને ફાળવી દેવાતા પાંજરોલી ગામના આદિવાસી સમાંજે કલેકટરને આવેદન પત્ર પાઠવી કાર્યવાહીની માંગ કરી

ભરૂચ જિલ્લાના હાસોટ તાલુકા માં આવેલા પાંજરોલી ગામમાં આવેલી સર્વે નંબર 219 વાળી જમીન આદિવાસી સમાજના સ્મશાન માટે આપવામાં આવી હતી. જે જમીન પર ગેરકાયદેસર કેટલાય સમયથી કોઈ ખાનગી કંપની રસ્તા માટે ઉપયોગી કરી રહી છે જેના કારણે સ્થાનિક આદિવાસી સમાજ દ્વારા વિરોધ સાથે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે આદિવાસી સમાજની સ્મશાન ભૂમિને ગ્રામ પંચાયત પાંજરોલીએ ભ્રષ્ટાચાર કરીને ગેરકાયદેસર રીતે કંપનીને ફાળવી દેવામાં આવી છે જે બાબતે સ્થાનિક આદિવાસીઓએ આજરોજ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે આદિવાસીની જમીનને આદિવાસીએ વેચાણ કરવી હોય તો કલેક્ટરમાં મંજૂરી લેવી પડે છે તે કાયદાકીય બાબત છે તો પણ પંચાયતે ઠરાવ કરી જમીન કઈ રીતે આપી તેની તપાસ થવી જોઈએ આ એક મોટું ષડયંત્ર હોય એમ આદિવાસી સમાજને લાગી રહ્યું છે જેની ઊંડાણપૂર્વક યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે..

Next Story