સમગ્ર ગુજરાત અને એમાં પણ સૌરાષ્ટ્રમાં દિન પ્રતિદિન લમ્પી વાયરસના કારણે ખૂબ જ મોટી સંખ્યામાં પશુઓ મૃત્યુ પણ પામ્યા છે. તેવામાં ભરૂચ શહેરના ઝાડેશ્વર ચોકડી નજીક લમ્પી વાયરસ સમાન લક્ષણો ધરાવતા પશુ જણાતા ભયનું વાતાવરણ ફેલાયું છે.
ઝાડેશ્વર ચોકડી નજીક રખડતા પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો દેખાતા યદુવંશી ગૌસેવા સમિતિના વિક્રમ ભરવાડ, દાનુ ભરવાડ, ગણપત રબારી અને અજય રબારી સહિતની ટીમોએ કરુણા હેલ્પલાઇન 1962 નંબર પર જાણ કરતા પાયલોટ હિંમતભાઈ અને ડોક્ટર નિરવ પટેલ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં પશુની યોગ્ય સારવાર કરી હતી. હજી ગાય લમ્પી રોગ અસરગ્રસ્ત છે કે નહીં તે અંગે યોગ્ય તપાસ સાથે તમામ સાવધાની રાખવામાં આવી રહી છે.