/connect-gujarat/media/post_banners/985dc4fa54293a4f5de3fd3dc95fd964cfd19fe13e1ebc1e78920ecb2030458d.jpg)
ભરૂચના ઝઘડિયા વિધાનસભા કોંગ્રેસ દ્વારા અંકલેશ્વર-વાલિયા સ્ટેટ હાઇવે બિસ્માર બનતા કોંઢ પાસે ચક્કાજામ કરી વિરોધ નોંધાવાયો હતો
ભરૂચ જીલ્લામાં વિવિધ માર્ગો બિસ્માર બન્યા છે ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ આક્રમક બની ભાજપ સરકારને ભીંસમાં લેવા વિરોધ પ્રદર્શન કાર્યકમો આપી રહી છે. મંગળવારે ભરૂચમાં ગદર્ભ ઉપર માર્ગ મંત્રીના પૂતળાને ફેરવ્યા બાદ આજે બુધવારે વાલિયામાં ચક્કાજામ કરાયો હતો.કોંઢ ગામના બસ સ્ટેન્ડ પાસે રસ્તા રોકો આંદોલન કરી કોંગ્રેસે સરકાર પ્રજાના ટેક્ષના નાણાંનો દુરુપયોગ કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો. પોલીસે પ્રદર્શન કરી રહેલા 14 આગેવાનોની અટકાયત કરી હતી. ચકાકજામમાં સંદીપ માંગરોલા, શકીલ અકુજી, શેરખાન પઠાણ, વિજય વસાવા, ફતેસિંહ વસાવા સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.