Connect Gujarat
ભરૂચ

ભરૂચ: વડગામ ધારાસભ્ય અને યુવા નેતા જીગ્નેશ મેવાણીનો ધરપકડ મામલો બન્યો વધુ ઉગ્ર, જિલ્લા કોંગ્રેસ દ્વારા ધરણાં યોજાયા

વડગામ ધારાસભ્ય અને યુવા નેતા જીગ્નેશ મેવાણીનો ધડપકડ મામલે આજરોજ ભરુચ જિલ્લા કોંગ્રેસ દ્વારા સ્ટેશન ખાતે સરકારની નીતિ વિરુદ્ધ સૂત્રોચ્ચાર અને ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું

X

વડગામ ધારાસભ્ય અને યુવા નેતા જીગ્નેશ મેવાણીનો ધડપકડ મામલે આજરોજ ભરુચ જિલ્લા કોંગ્રેસ દ્વારા સ્ટેશન ખાતે સરકારની નીતિ વિરુદ્ધ સૂત્રોચ્ચાર અને ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું

આજરોજ ભરૂચ રેલવે સ્ટેશન સ્થિત ડૉ.ભીમરાવ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરીમલ સિંહ રણા આગેવાની હેઠળ વડગામ ધારાસભ્ય અને યુવા નેતા જીગ્નેશ મેવાણીની આસામ પોલીસ દ્વારા કરાયેલ ગેરબંધારણીય ધરપકડના વિરોધમાં મોટી સંખ્યામાં યુવા આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર કરી વર્તમાન સરકારની નીતિ વિરુદ્ધ સૂત્રોચ્ચાર અને ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. આ ધરણાં પ્રદર્શનમાં જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકી, શહેર પ્રમુખ વિકી સોકી,નગરપાલિકા વિપક્ષના નેતા સમસાદઅલી સેયદ, જિલ્લા મહિલા પ્રમુખ જ્યોતિબેન તડવી,સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story
Share it