/connect-gujarat/media/post_banners/815cf538b6f77329dfba0a6c59b1605cbfd94794f7e7e3151f105496ce8f5fb5.jpg)
અંકલેશ્વર નગર પાલિકા હદ વિસ્તારમાં રૂપિયા 5 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામનાર વિવિધ પ્રકલ્પોનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વરમાં મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વિવિધ પ્રોજેકટ નિર્માણ પામનાર છે જેનો આજરોજ ભૂમિ પૂજન સમારોહ યોજાયો હતો. મુખ્ય પ્રકલ્પનું વાત કરીએતો 2.37 કરોડના ખર્ચે દીવા રોડ પર વરસાદી પાણીની કાંસ અને ત્રણ રસ્તા સર્કલ નજીક રૂપિયા 2.17 કરોડના ખર્ચે શોપિંગ સેન્ટરનું નિર્માણ કરવામાં આવશે. આ સહિતના કુલ રૂપિયા 5 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામનાર પ્રકલ્પોનું પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ વિનય વસાવા,કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ તેમજ નગર સેવકો,ભાજપના આગેવાનો અને સ્સ્થનિકો ઉપસ્થિત રહ્યા હતા. દીવા રોડ પર કાંસનું નિર્માણ થતા વરસાદી પાણીનો વ્યવસ્થિત રીતે નિકાલ થઈ શકશે