/connect-gujarat/media/post_banners/b09f23c4a8adae8b94f908488cbf7acdec91bcee413c013d94a16e9457057f94.jpg)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભરૂચ બેઠકના ભાજપના ઉમેદવાર રમેશ મિસ્ત્રી દ્વારા આજરોજ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેઓએ ખુલ્લી જીપમાં સવાર થઈ લોકો પાસે મત માંગ્યા હતા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે ગણતરીનો સમય બાકી રહયો છે અને આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે ત્યારે ભરૂચ બેઠકના ભાજપના ઉમેદવાર રમેશ મિસ્ત્રી દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ ભાજપના મધ્યસ્થ કાર્યાલય ખાતેથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે વિવિધ વિસ્તારોમાં ફરી હતી. આ બાઇક રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ભરૂચ બેઠકના ભાજપના ઉમેદવાર રમેશ મિસ્ત્રીએ ખુલ્લી જિપમાં સવાર થઈ લોકો પાસે મત માંગ્યા હતા.