/connect-gujarat/media/post_banners/d7de81ba6f38f0b18363fd106f56e5e567853d28e7a547bf6f6463a73145d45f.jpg)
ભરૂચ તાલુકા પંચાયતની નિકોરા બેઠક પર યોજાયેલ પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રેવાબહેન પટેલનો વિજય થયો હતો
સમગ્ર રાજ્ય સાથે આજરોજ ભરૂચ જીલ્લામાં પણ પેટા ચૂંટણી યોજાય હતી. ભરૂચ તાલુકા પંચાયતની નિકોરા બેઠકની પણ પેટા ચૂંટણી યોજાય હતી. ભાજપના સભ્ય ધર્મીસ્ઠા બહેનનું નિધન થતાં આ બેઠક ખાલી પડી હતી જેના પર રવિવારે મતદાન પ્રક્રિયા યોજાઇ હતી જેમાં 64 ટકા જેટલું મતદાન થયું હતું. આજરોજ સવારે 9 વાગ્યાથી મતદાન ગણતરી પ્રક્રીયા હાથ ધરવામાં આવી હતી. ત્યારે ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રેવા બહેન પટેલ 1375 મતથી વિજેતા જાહેર થયા હતા તો કોંગ્રેસનાં ઉમેદવાર માધુરીબહેન પાસાની હાર થઈ હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી પ્રક્રિયા સંપન્ન થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે નિકોરા બેઠક જીતવા ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષે એડીચોટીનું જોર લગાવ્યું હતું. વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા અને કોંગ્રેસનાં જિલ્લા પ્રમુખ પરીમલસિંહ રણાએ પોતાના પક્ષના ઉમેદવારને જિતાડવા કમર કસી હતી જો કે ભાજપ ફરીએકવાર આ બેઠક પર કબ્જો જમાવવામાં સફળ રહી છે