ભરૂચ : બ્રહ્માકુમારી-અનુભુતિધામ દ્વારા "એક તારીખ, એક કલાક"ના સૂત્ર સાથે મહા શ્રમદાન હાથ ધરાયું...

ગાંધી જયંતિ પૂર્વે 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત દેશભરમાં સ્વછાંજલીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

New Update
ભરૂચ : બ્રહ્માકુમારી-અનુભુતિધામ દ્વારા "એક તારીખ, એક કલાક"ના સૂત્ર સાથે મહા શ્રમદાન હાથ ધરાયું...

"એક તારીખ, એક કલાક" સૂત્ર સાથે મહા શ્રમદાનનું આયોજન

બ્રહ્માકુમારી અનુભુતિધામ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

સાફ-સફાઈ કરી લોકોને પોતાના શહેરને સ્વચ્છ રાખવા અપીલ

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય અનુભુતિધામ ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ગાંધી જયંતિ પૂર્વે 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત દેશભરમાં સ્વછાંજલીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ભરૂચના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારી અનુભુતિધામ ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

જેમાં બ્રહ્મકુમારીઝ પ્રભાદીદીના માર્ગદર્શન હેઠળ ભરૂચ નેશનલ હાઇવે નંબર 48થી લઈને નીલકંઠેશ્વર મહાદેવ મંદિર સુધીના મુખ્ય માર્ગ પર બ્રહ્માકુમારીની સમર્પિત બહેનો અને બ્રહ્માકુમારી સેન્ટરના 50થી વધુ અનુયાયીઓની ઉપસ્થિતિમાં સાફ-સફાઈ કરવામાં આવી હતી. સતત એક કલાક શ્રમદાનની પ્રવૃત્તિ યોજી બ્રહ્માકુમારીની બહેનોએ લોકોને પોતાના શેરી-મહોલ્લા, ગામ તેમજ શહેર સ્વચ્છ રાખવા અપીલ કરી હતી.

Latest Stories