ભરૂચ: વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પરના હુમલાના વિરોધમાં ઝઘડિયા ખાતે કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયુ

આદિવાસી નેતા અનંત પટેલ પર હુમલો કરવામાં આવ્યો તેના વિરોધમાં આજરોજ ઝઘડિયા તાલુકા કોંગ્રેસ પક્ષના કાર્યકરોએ ઝઘડિયા મામલતદારને આવેદન પાઠવ્યું હતું.

ભરૂચ: વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પરના હુમલાના વિરોધમાં ઝઘડિયા ખાતે કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયુ
New Update

કોંગ્રેસના ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલ પર હુમલો કરવામાં આવ્યો તેના વિરોધમાં આજરોજ ઝઘડિયા તાલુકા કોંગ્રેસ પક્ષના કાર્યકરોએ ઝઘડિયા મામલતદારને આવેદન પાઠવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દાયકાના નિષ્ફળ શાસન, ગેરવહિવટ અને પ્રજાવિરોધી નિર્ણયોના પરિણામ હવે જ્યારે ભીંત પરના લખાણ જેવા સ્પષ્ટ દેખાઇ રહ્યા છે

ત્યારે સત્તાધારી પક્ષના નેતાઓ હવે છેલ્લી ઘડીના પ્રયાસો કરીને પ્રજા ઉપર ધાક જમાવવા હવાતિયા મારી રહ્યા છે. વધુમાં જણાવાયુ હતુ કે આના બોલતા પુરાવા રુપ ઘટનામાં કોંગ્રેસના આદિવાસી નેતા અને ધારાસભ્ય અનંત પટેલ પર ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. ભવિષ્યમાં આવી અન્ય કોઇ ઘટના ના બને તે માટે અગમચેતીરુપ પગલાં લેવામાં આવે તેવી આવેદનમાં માંગ કરવામાં આવી હતી. ઉપરાંત અન્ય ઘટનામાં સુરત શહેરમાં યોજાયેલા વિરોધ પ્રદર્શન બાદ પોલીસ દ્વારા કોંગ્રેસના ચાર કાર્યકરોને પાસા હેઠળ સુરત બહારની જેલમાં મોકલી આપવામાં આવ્યા તેને આવેદનમાં વખોડી કાઢવામાં આવ્યું હતું. તેમજ આવી પ્રવૃત્તિઓ સત્વરે અટકાવાય તેવી આવેદનમાં માંગ કરવામાં આવી હતી.

#Bharuch #Congress #Connect Gujarat #BeyondJustNews #Jhagadia #Attack #Petition #Mamlatdar #protesting #Vansda MLA Anant Patel
Here are a few more articles:
Read the Next Article