/connect-gujarat/media/post_banners/54c2907029af1fda54de1d6412cbed2f33e21198856f18d558b0692ca46e1a1e.jpg)
રૂપાણી સરકારના પાંચ વર્ષની ઉજવણીના રાજ્ય સરકાર દ્વારા કાર્યક્રમ યોજાય રહ્યા છે જેના વિરોધમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું આ દરમ્યાન પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા.
સી.એમ.વિજય રૂપાણી અને ડે.સી.એમ.નિતિન પટેલના કાર્યકાળના પાંચ વર્ષ પૂર્ણ થવા પર સરકાર દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે જેની સામે કોંગ્રેસ દ્વારા પણ સમાંતર વિરોધ પ્રદર્શન યોજાય રહ્યું છે જેના ભાગરૂપે આજરોજ અસંવેદનશીલ સરકાર કાર્યક્રમ અંતર્ગત વિરોધ પ્રદર્શન યોજાયું હતું. ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવ ખાતે આયોજિત સેવા સેતુ કાર્યક્રમ સ્થળ પર વિરોધ પ્રદર્શનનું કોંગ્રેસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરોએ કાર્યાલય બહાર ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને કાર્યક્રમ સ્થળ પર જવા રવાના થાય એ પૂર્વે જ પોલીસે તેઓની અટકાયત કરી હતી. આ દરમ્યાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. સદર કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા,શહેર કોંગ્રેસ પ્રમુખ વિકી શોખી,આગેવાન સંદીપ માંગરોલા તેમજ કાર્યકરો જોડાયા હતા.