ભરૂચ: દેશના સૌથી મોટા ડ્રગ્સ કૌભાંડનો ખુલાસો,પાનોલીની કંપનીમાંથી ઝડપાયું રૂ.1300 કરોડનું ડ્રગ્સ

ભરૂચની પાનોલી જીઆઇડીસીમાં આવેલી ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીમાંથી મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલે 1383 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપી પાડતા હાહાકાર મચી જવા પામી છે

New Update
ભરૂચ: દેશના સૌથી મોટા ડ્રગ્સ કૌભાંડનો ખુલાસો,પાનોલીની કંપનીમાંથી ઝડપાયું રૂ.1300 કરોડનું ડ્રગ્સ

ભરૂચની પાનોલી જીઆઇડીસીમાં આવેલી ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીમાંથી મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલે 1383 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપી પાડતા હાહાકાર મચી જવા પામી છે.

Advertisment

ભરૂચ જિલ્લામાં કેમિકલ ક્લસ્ટરની અંકલેશ્વરની પાનોલી જીઆઇડસીમાંથી ડ્રગ્સ ફેકટરી પકડાતા ખળભળાટ મચી ગયો છે.પાનોલી જીઆઇડીસીમાં આવેલી ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપની વર્ષ 2017 માં શરૂ થઇ હતી.5 એફ સિન્થેટિક ઓર્ગેનિક કેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝમાં ડાયઝ અને ડાય ઇન્ટરમીડિયેટનું ઉત્પાદન કરવાનું હતું.જોકે આજે આ કંપનીમાં મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલના વેલી યુનિટે એમડી ડ્રગ્સના 1000 કરોડ ઉપરાંતના જથ્થાનો ઘટસ્ફોટ થયો છે. આ ઓપરેશનમાં એટીએસના આધારે મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલ સાથે ભરૂચ એસ.ઓ.જી.પી.આઈ. વી.બી. કોઠીયા અને એલસીબી પી.આઈ. કરણસિંહ મંડોરા સહિતના જોડાયા હતા.

ડાયઝ ના નામે એમડી ડ્રગ્સના આ કારોબારમાં સોમવાર સાંજથી દરોડાની કામગીરી ચાલી રહી છે.ભરૂચ જિલ્લાના ઇતિહાસમાં ડ્રગ્સની આ અઓરહી5 મોટી રેડ અને સૌથી વિપુલ જથ્થો પકડાયો છે. લગભગ 513 કિલો એમ.ડી. ડ્રગ્સ જેની ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમત રૂપિયા 1026 કરોડ જેટલી થાય છે.ઓપરેશનમાં જોડાયેલી ટીમોએ 1000 કરોડ ઉપરાંતના ડ્રગ્સના જથ્થા સાથે મહિલા સહિત 7 આરોપીઓની પણ ધરપકડ કરી હોવાની વિગતો બહાર આવી છે. જો કે ઓપરેશન પૂર્ણ થયા બાદ જ સત્તાવાર માહિતી સાંપડશે.

Advertisment
Read the Next Article

“સમાજની દીકરી સમાજમાં...” : શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ-ભરૂચ દ્વારા 6ઠ્ઠું જીવનસાથી પસંદગી સંમેલન યોજાયું...

આત્મીય હોલ સ્થિત શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ-ભરૂચ શહેર દ્વારા છઠ્ઠું જીવનસાથી પસંદગી સંમેલન સહિત બ્રહ્મસમાજના સન્માનિત ભૂદેવોનું સન્માન કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

author-image
By Connect Gujarat Desk
New Update
  • સમાજની દીકરી સમાજમાં જ રહે તેવો ઉમદા ઉદ્દેશ

  • શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ-ભરૂચ દ્વારા આયોજન

  • આત્મીય હોલમાં જીવનસાથી પસંદગી સંમેલન યોજાયું

  • સંમેલનમાં 200થી વધુ દીકરા-દીકરીઓએ ભાગ લીધો

  • સન્માનીત ભૂદેવોના સન્માનનું પણ વિશેષ આયોજન

Advertisment

સમાજની દીકરી સમાજમાં જ રહે તેવા ઉમદા ઉદ્દેશ સાથે ભરૂચ શહેરના આત્મીય હોલ ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ-ભરૂચ શહેર દ્વારા છઠ્ઠું જીવનસાથી પસંદગી સંમેલન સહિત ભૂદેવોના સન્માન કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ શહેરના કોલેજ રોડ સ્થિત આત્મીય હોલ સ્થિત શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ-ભરૂચ શહેર દ્વારા છઠ્ઠું જીવનસાથી પસંદગી સંમેલન સહિત બ્રહ્મસમાજના સન્માનિત ભૂદેવોનું સન્માન કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંમેલનના પ્રારંભે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલામાં મોતને ભેટેલા પર્યટકો તેમજ ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા ભારતના વીર સંપૂતોના સન્માનમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. પસંદગી સંમેલનમાં 200થી વધુ દીકરા-દીકરીઓએ ભાગ લીધો હતો.

આ સાથે જ સન્માનિત બ્રહ્મઆગેવાનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ દક્ષિણ ગુજરાતના પ્રભારી યોગેશ જોશીમહિલા અગ્રણી ગુજરાતના પ્રજ્ઞા રાવલભરૂચના બ્રહ્મ અગ્રણી અને જાણીતા કર્મકાંડી ગિરીશ શુક્લશ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંત રાવલચેરમેન શૈલેષ દવેબ્રહ્મઅગ્રણી પ્રદીપ રાવલઅનિલ પંડ્યાવિશ્વ હિન્દુ પરિષદ અગ્રણી અજય વ્યાસભરૂચ શહેર બ્રહ્મસમાજ પ્રમુખ હેમંત શુક્લ સહિત મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મહામંત્રી રાજુ ભટ્ટ તેમજ દિપ્તી ભટ્ટએ કર્યું હતું.

Advertisment