ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે ઝઘડિયા જીઆઇડીસીમાં પાર્ક કરેલ કન્ટેનરમાંથી વિદેશી ઝડપ્યો, રૂ. 21 લાખથી વધુનો મુદ્દામાલ કરાયો જપ્ત

ભરૂચ જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા જીઆઇડીસીમાં પાર્ક કરેલ એક બંધ બોના કન્ટેનરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારુનો જથ્થો ઝડપી લીધો હતો.

New Update

ભરૂચ જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા જીઆઇડીસીમાં પાર્ક કરેલ એક બંધ બોના કન્ટેનરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારુનો જથ્થો ઝડપી લીધો હતો.

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમને ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે રેખાબેન સતિષભાઇ વસાવા રહે.નવાગામ કરારવેલ તા.અંકલેશ્વરનાએ બંધ બોડીના કન્ટેનરમાં ભારતીય બનાવટનો વિદેશી દારુનો જથ્થો ભરીને ઝઘડિયા જીઆઇડીસીમાં રોડ ઉપર પાર્ક કરી રાખેલ છે. એલસીબી પોલીસે બાતમી મુજબના સ્થળે છાપો મારીને બાતમી મુજબની ગાડી પાસે જઇને તપાસ કરતા ગાડીનો ચાલક કે અન્ય કોઇ હાજર મળેલ નહી. પોલીસે ગાડીમાં તપાસ કરતા ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારુની નાનીમોટી ૮૫૩૨ નંગ બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘટના સ્થળેથી રુ.૧૧૩૬૪૦૦ ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારુનો જથ્થો તેમજ રુ.૧૦ લાખની કિંમતની બંધ બોડીની ગાડી મળીને કુલ રુ.૨૧૩૬૪૦૦ નો મુદ્દામાલ કબજે લીધો હતો, અને સ્થળ ઉપર હાજર નહી મળેલ અને દારુનો જથ્થો મંગાવનાર રેખાબેન સતિષ વસાવા રહે.નવાગામ કરારવેલ તા.અંકલેશ્વર જી.ભરૂચ તેમજ દારૂનો જથ્થો ભરી આપનાર અને ગાડીનો ચાલક મળી કુલ ત્રણ સામે ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ લખાવી હતી.

Latest Stories