New Update
/connect-gujarat/media/post_banners/7218f097720aedebcad14708b309139e20c3ee3e6df3c292d023ea8b9774b543.webp)
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની હદમાં આવેલ કસક રોકડીયા હનુમાનજીના નદી કિનારેથી પાણીમાં તરતી હાલતમાં એક વૃધ્ધનો મૃતદેહ જોવાતા સ્થાનિકો દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરતા ધર્મેશ સોલંકી અને તેમની ટીમ સ્થળ પર પોહચી જોતા એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ નજરે પડ્યો હતો. આ અંગેની જાણ કરાતા બી ડિવિઝન પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને નદીના પાણીમાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. બી ડિવિઝન પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી તેના વાલી વારસની શોધખોળ શરૂ કરી છે
Latest Stories