ભરૂચ :લખીમપુર ખીરીમાં ખેડુતોના હત્યારાઓની તાત્કાલિક ધરપકડની માંગ

કેન્દ્ર સરકારે લાગુ કરેલા કૃષિ કાયદાઓના વિરોધમાં આંદોલન કરી રહેલાં ખેડુતો પર કેન્દ્રીય ગૃહરાજયમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાએ કાર ચઢાવી દીધી હતી.

New Update
ભરૂચ :લખીમપુર ખીરીમાં ખેડુતોના હત્યારાઓની તાત્કાલિક ધરપકડની માંગ

કેન્દ્ર સરકારે લાગુ કરેલા કૃષિ કાયદાઓના વિરોધમાં આંદોલન કરી રહેલાં ખેડુતો પર કેન્દ્રીય ગૃહરાજયમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાએ કાર ચઢાવી દીધી હતી. આ ઘટનામાં પાંચ તથા ત્યારબાદ ફાટી નીકળેલી હીંસા મળી

કુલ 9 જેટલા ખેડુતોના મોત થયાં છે. ઉત્તરપ્રદેશના લખીમપુરમાં બનેલી ઘટના બાદ હિંસા ફાટી નીકળી છે તેમજ રાજકીય માહોલ ગરમાયો છે. દેશભરના ખેડુતોમાં ઉગ્ર રોષ જોવા મળી રહયો છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ તરફથી તંત્રવાહકોને આવેદનપત્ર આપી લખીમપુરની ઘટનાનો સખત શબ્દોમાં વિરોધ કરાયો છે.

લખીમપુરમાં ખેડુતો પરના નિર્દયી હુમલાને ભારત માતાની આત્મા અને ભારત દેશના બંધારણ પર થયેલો હુમલો ગણાવાયો છે. આ ઘટનામાં આરોપી એવા મંત્રી તથા તેમના પુત્રની ઝડપથી ધરપકડ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. આ ઉપરાંત આવેદનપત્રમાં ભરૂચ જિલ્લામાં પ્રદુષણ તથા ભારે વરસાદથી જે ખેડુતોને નુકશાન થયું છે તેમને સરકાર વળતર આપે તેવી પણ માંગ કરાય છે. આવેદનપત્ર આપતી વેળા યાકુબ ગુરૂજી, જયોતિબેન તડવી, ઝુબેર પટેલ સહિતના આગેવાનો અને ખેડુતો હાજર રહયાં હતાં.

Latest Stories