ભરૂચ: મકરસંક્રાંતિના પર્વ પર શ્રધ્ધાળુઓએ કર્યું નર્મદા સ્નાન, ગાયને ઘૂઘરી પણ ખવડાવી

પાંજરાપોળ ખાતે ભક્તોએ વિધીવત રીતે ગૌમાતાનું પૂજન કરી શકે તેમજ ઘુઘરી અને ઘાસચારો ખવડાવી શકે તે માટેનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું

New Update
ભરૂચ: મકરસંક્રાંતિના પર્વ પર શ્રધ્ધાળુઓએ કર્યું નર્મદા સ્નાન, ગાયને ઘૂઘરી પણ ખવડાવી

આજરોજ ઉત્તરાયણના પર્વ નિમિત્તે ભરૂચમાં શ્રધ્ધાળુઓએ પુણ્યનું ભાથુ બંધુ હતું અને વિવિધ દાન ધર્મ કર્યા હતા ઉતરાણનું પર્વ એટલે પવિત્ર સ્નાન, ઉત્તમ ભક્તિ અને શ્રેષ્ઠ દાનનો પર્વ તેથી જ ભરૂચના રહીશોએ મકરસંક્રાંતિના પર્વના રોજ નર્મદામાં સ્નાન કરી, દેવ દર્શન કરી દાન આપ્યું હતું .

પાંજરાપોળ ખાતે પણ ભક્તજનોની ભીડ ગૌપુજન માટે ઉમટી હતી.ભરૂચના પાંજરાપોળ ખાતે વહેલી સવારથી જ શ્રદ્ધાળુ,ગૌભક્તોની ભારે ભીડ ઉમટી હતી. પાંજરાપોળ ખાતે ભક્તોએ વિધીવત રીતે ગૌમાતાનું પૂજન કરી શકે તેમજ ઘુઘરી અને ઘાસચારો ખવડાવી શકે તે માટેનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેનો લાભ ખૂબ મોટી સંખ્યામાં ભક્તજનોએ લઈ ધન્યતા અનુભવી હતી

Latest Stories