Connect Gujarat
ભરૂચ

ભરૂચ : વીજ કાપ વગર સતત 8 કલાક વીજળી આપવા ખેડૂતોએ કરી DGVCLને ઉગ્ર રજૂઆત...

મક્તમપુર રોડ પર આવેલ DGVCLની કચેરી ખાતે ખેડૂતોને 8 કલાક વીજળીની માંગ સાથે ખેડૂત સમાજ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

X

ભરૂચ શહેરના મક્તમપુર રોડ પર આવેલ DGVCLની કચેરી ખાતે ખેડૂતોને 8 કલાક વીજળીની માંગ સાથે ખેડૂત સમાજ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

આજરોજ ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ દ્વારા મક્તમપુર DGVCL કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. હાલ ખેડૂતોને વાવણી સાથે પાક મેળવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં પાણીની અત્યંત આવશ્યકતા હોવા છતાં ગુજરાત વિદ્યુત બોર્ડ દ્વારા 8 કલાકની જગ્યાએ માત્ર 6 કલાક જ વીજળી આપવામાં આવે છે, જેના કારણે ખેડૂતોની પરિસ્થિતિ કફોડી બનવા પામી છે, ત્યારે ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ દ્વારા આ મામલે GEB કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી છે.

Next Story