/connect-gujarat/media/post_banners/7b0e6086017fdc238827f61ca6384bdde565edc1508e0158a8d4a7daf4a6cce7.jpg)
ભરૂચ જિલ્લામાંથી પસાર થતા એક્સપ્રેસ હાઇવેમાં જમીન ગુમાવનારા ખેડૂતોને જમીનનું યોગી આ વળતર ન મળતા તેઓએ કલેક્ટર કચેરી બહાર થાળી વગાડી રોષ ઠાલવ્યો હતો અને નેતાઓને ગામમાં મત માંગવા ન આવવાની ચીમકી ઉચ્ચારી હતી
દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેમાં જમીન ગુમાવનારા ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી છે જો કે વળતર મામલે મુદ્દો પેચીદો બની રહ્યો છે. અન્ય જિલ્લાની સરખામણીએ ભરૂચ જિલ્લાના ખેડૂતોને ભાવ ન મળતા તેઓ આંદોલનના માર્ગે વળ્યા છે ત્યારે આજ એ ફરી એકવાર ભરૂચ કલેક્ટર કચેરી બહાર ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. કલેક્ટર કચેરી બહાર અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા થાળી વગાડી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. સુરત અને નવસારી જીલ્લામાં એક્સપ્રેસ હાઇવેમાં સંપાદિત થયેલ જમીનના ખેડૂતોને જે ભાવ આપવામાં આવ્યા છે એ જ ભાવ ભરૂચ જીલ્લામાં પણ આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે અને જો માંગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ પોલીસ બંદોબસ્ત સાથે તંત્ર દ્વારા આ મહતાવના પ્રોજેટ્કનું કામ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે ખેડુતો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતા તેઓએને યોગ્ય વળતર ન આપવામાં આવતા આ બાબતે હવે ખેડૂતો લડી લેવાના મૂડમાં દેખાય રહ્યા છે