Connect Gujarat
ભરૂચ

ભરૂચ: કષ્ટભંજન હનુમાન મંદિરની થીમ પર ઝાડેશ્વર વિસ્તારમાં ગણેશ મહોત્સવનું આયોજન, ઠેર ઠેરથી ભક્તો ઉમટ્યા

ભરૂચમાં ગણેશ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી વિવિધ થીમ પર ગણેશ મહોત્સવનું આયોજન

X

હાલ ગણેશ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નવ નિર્માણ સંઘ દ્વારા કષ્ટભંજન હનુમાન મંદિરની થીમ પર ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી રહ્યા છે.

દુંદાળાદેવની આરાધનાનો પર્વ ગણેશ મહોત્સવ તેના મધ્યચરણમાં પહોંચ્યો છે ત્યારે યુવક મંડળો દ્વારા વિવિધ થીમ પર ગણેશ મહોત્સવ ઉજવાવવામાં આવી રહયો છે. ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નવ નિર્માણ સંઘ દ્વારા સાળંગપૂર સ્થિત કષ્ટભંજન હનુમાન મંદિરની થીમ પર ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાંશ્રી ગણેશ પ્રતિમા કષ્ટભંજન હનુમાનજી માફક જ તૈયાર કરવામાં આવી છે આટલું જ નહીં સાળંગપૂરમાં કષ્ટભંજન હનુમાન મંદિરનો જે પ્રવેશદ્વાર છે એ પણ આબેહૂબ તૈયાર કરવામાં આવ્યો છે.

આ યુવક મંડળ દ્વારા ભારત પાકિસ્તાનના ભાગલા સામના ફોટોગ્રાફ દર્શવાતું પ્રદર્શન પણ આ જ પંડાલમમાં રાખવામા આવ્યું છે. ભક્તિ અને દેશભક્તિના અનેરા સમન્વયને નિહાળવા ઠેર ઠેરથી લોકો અહી પધારી રહ્યા છે

Next Story