ભરૂચ: વાલિયાના કોઢ ગામે પંચાયતના રસ્તા મુદ્દે બે પરિવાર વચ્ચે માથાકૂટ,3 લોકોને ઇજા

કોંઢ ગામની નવી વસાહતમાં વાડ બાંધવા બાબતે પાડોશીઓ વચ્ચે માથાકૂટ થઇ હતી જે મુદ્દે ગામના સરપંચ અને ગ્રામજનોની હાજરીમાં સમાધાન માટે સૌ ભેગા થયા હતા

New Update

વાલિયા તાલુકાના કોંઢ ગામની નવી વસાહતમાં વાડ બાંધવા બાબતે પાડોશીઓ વચ્ચે માથાકૂટ થઇ હતી જે મુદ્દે ગામના સરપંચ અને ગ્રામજનોની હાજરીમાં સમાધાન માટે સૌ ભેગા થયા હતા તે વેળા બંને પાડોશીઓ વચ્ચે બોલાચાલી થતા ધીંગાણું સર્જાયું હતું જે ઝઘડામાં ભરત રણછોડ વસાવા,અમરસંગ વસાવા અને તેઓની પત્નીઓએ વિનય વસાવાના પરિવાર સાથે ઝઘડો કરી આવેશમાં આવી જઈ તલવાર વડે હુમલો કરતા વિનય વસાવા સહીત ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હતી ઇજાઓને પગલે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા મારામારી અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.