/connect-gujarat/media/post_banners/7bef4ccd0e8d8b74bf46c6b0ebaf9b8cfdf1ae1c2cdf21afc825bde4976b139c.jpg)
ભરૂચ જિલ્લાના નબીપુર ગામે વાગરા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સુલેમાન પટેલની જનસભા યોજાય હતી. જેમાં સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને પુત્રી મુમતાઝ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ જિલ્લાની વાગરા વિધાનસભા મત વિસ્તારમાં આવતા નબીપુર ગામે કોંગ્રેસના ઉમેદવાર સુલેમાન પટેલની જનસભા યોજાય હતી. જેમાં નબીપુર તેમજ આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. નબીપુર ગામે સુલેમાન પટેલ સહિત સ્વ. એહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ તેમજ પુત્રી મુમતાઝ પટેલને ગ્રામજનોએ આવકારી ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારબાદ વાગરા મત વિસ્તારના કોંગ્રેસના ઉમેદવારે સભા દરમ્યાન ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. મુમતાઝ પટેલે જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે, અમે લોકોએ રસ્તા ઉપર નીકળી ગુજરાત મોડેલ જોઈ લીધું છે. હવે સમય છે બદલાવનો, તેમ કહી ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. યોજાયેલ જનસભામાં સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ, પુત્રી મુમતાજ પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા સહિતના આગેવાનો અને કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.